September Shubh Muhurat 2025: નવો મહિનો શરૂ થવાનો છે, ત્યારે જો તમે સપ્ટેમ્બર 2025માં કોઈ ખાસ કાર્ય કરવાનું વિચારી રહ્યા હો, તો તેના માટે શુભ મુહૂર્ત જાણવું અત્યંત જરૂરી છે. હિન્દુ પંચાંગ અનુસાર, કોઈપણ શુભ કાર્ય જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ, સગાઈ કે નવા વ્યવસાયની શરૂઆત યોગ્ય સમયે કરવાથી સફળતા મળે છે. સપ્ટેમ્બર મહિનો ઘણા તહેવારો અને શુભ યોગોથી ભરેલો છે. આ આર્ટિકલમાં, અમે તમારા માટે સપ્ટેમ્બર 2025 માટેના તમામ શુભ મુહૂર્તની વિગતો લઈને આવ્યા છીએ.
આ મહિને મહત્વપૂર્ણ કાર્યો માટે ઘણા શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત મુજબ નીચે આપેલા શુભ સમયનો લાભ લઈ શકો છો.
નમકરણ (નામકરણ સંસ્કાર) માટે શુભ મુહૂર્ત
તારીખ: 03, 04, 05, 07, 08, 10, 14, 17, 22, 24
અન્નપ્રાશન (પ્રથમ અન્ન ગ્રહણ) માટે શુભ મુહૂર્ત
તારીખ: 05, 24
કર્ણવેધ (કાન વીંધવા) માટે શુભ મુહૂર્ત
તારીખ: 05, 22, 24, 27
ઉપનયન (યજ્ઞોપવિત સંસ્કાર) માટે શુભ મુહૂર્ત
તારીખ: 03, 04, 24, 27
વિદ્યાઆરંભ (શિક્ષણની શરૂઆત) માટે શુભ મુહૂર્ત
તારીખ: 23
વાહન ખરીદી માટે શુભ મુહૂર્ત
તારીખ: 05, 07, 10, 14, 17, 22, 24
મિલકત ખરીદી માટે શુભ મુહૂર્ત
તારીખ: 02, 03, 07, 08, 16, 26, 27
સિદ્ધિ માટે સર્વાર્થ સિદ્ધિ યોગ
તારીખ: 05, 09, 11, 13, 15, 18, 21, 26, 28
અમૃત સિદ્ધિ યોગ
તારીખ: 13, 15, 18
મહત્વપૂર્ણ છે કે સપ્ટેમ્બર ૨૦૨૫ મહિનામાં લગ્ન, મુંડન અને ગૃહપ્રવેશ માટે કોઈ શુભ સમય ઉપલબ્ધ નથી. તેથી, આ કાર્યોનું આયોજન અન્ય મહિનામાં કરવાનું રહેશે.
સપ્ટેમ્બર 2025માં પૂર્ણિમા અને અમાસની તારીખ
પૂર્ણિમા: 7 સપ્ટેમ્બર, 2025, રવિવાર (ભાદરવા, શુક્લ પૂર્ણિમા)
- પ્રારંભ: 7 સપ્ટેમ્બર, 2025, બપોરે 01:41 વાગ્યે.
- સમાપ્તિ: 7 સપ્ટેમ્બર, 2025, રાત્રે 11:38 વાગ્યે.
અમાસ: 21 સપ્ટેમ્બર, 2025, રવિવાર (આસો, કૃષ્ણ અમાસ)
- પ્રારંભ: 21 સપ્ટેમ્બર, 2025, બપોરે 12:16 વાગ્યે.
- સમાપ્તિ: 22 સપ્ટેમ્બર, 2025, બપોરે 01:23 વાગ્યે.