Festivals in September 2025: સપ્ટેમ્બર 2025 નો મહિનો અનેક મોટા તહેવારો, વ્રત અને ધાર્મિક પ્રસંગોથી ભરપૂર છે. આ મહિનામાં એક તરફ ગણેશ વિસર્જન અને શ્રાદ્ધ પક્ષ જેવા મહત્વપૂર્ણ પર્વો છે, તો બીજી તરફ શારદીય નવરાત્રીનો પણ પ્રારંભ થશે. આ ઉપરાંત, ગ્રહોના ગોચર અને બે મોટા ગ્રહણ પણ આ મહિનાને ખાસ બનાવે છે.
સપ્ટેમ્બર મહિનાનું ધાર્મિક મહત્વ
અંગ્રેજી કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર વર્ષનો 9મો મહિનો છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર મુજબ આ છઠ્ઠો મહિનો એટલે કે ભાદ્રપદ માસ કહેવાય છે. ધાર્મિક દૃષ્ટિએ આ મહિનો અત્યંત પવિત્ર મનાય છે. આ સમયગાળા દરમિયાન અનંત ચતુર્દશી, પરવર્તિની એકાદશી, ગણેશ વિસર્જન અને વિશ્વકર્મા પૂજા જેવા અનેક તહેવારો ઉજવવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં આવતા મુખ્ય વ્રત, તહેવારો અને ગ્રહણની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:
સપ્ટેમ્બર 2025: વ્રત અને તહેવારોની તારીખો
તારીખ | દિવસ | તહેવાર / વ્રત |
1 સપ્ટેમ્બર 2025 | સોમવાર | જ્યેષ્ઠ ગૌરી પૂજા |
2 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | જ્યેષ્ઠ ગૌરી વિસર્જન |
3 સપ્ટેમ્બર 2025 | બુધવાર | પારશ્વ એકાદશી / પરિવર્તિની એકાદશી |
4 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | વામન જયંતિ |
4 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | ભૂવનેશ્વરી જયંતિ |
4 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | કલ્કિ દ્વાદશી |
5 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | ઓણમ |
5 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | શિક્ષક દિવસ |
5 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | પ્રદોષ વ્રત |
6 સપ્ટેમ્બર 2025 | શનિવાર | ગણેશ વિસર્જન |
6 સપ્ટેમ્બર 2025 | શનિવાર | અનંત ચતુર્દશી |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | પૂર્ણિમા શ્રાદ્ધ |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | ચંદ્ર ગ્રહણ (પૂર્ણ) |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | ભાદ્રપદ પૂર્ણિમા વ્રત |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | ભાદ્રપદ પૂર્ણિમા |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | અન્વાધાન |
8 સપ્ટેમ્બર 2025 | સોમવાર | પિતૃપક્ષ આરંભ |
8 સપ્ટેમ્બર 2025 | સોમવાર | પ્રતિપદા શ્રાદ્ધ |
9 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દ્વિતીયા શ્રાદ્ધ |
10 સપ્ટેમ્બર 2025 | બુધવાર | તૃતીયા શ્રાદ્ધ |
10 સપ્ટેમ્બર 2025 | બુધવાર | ચતુર્થી શ્રાદ્ધ |
10 સપ્ટેમ્બર 2025 | બુધવાર | વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી |
11 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | પંચમી શ્રાદ્ધ |
11 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | મહા ભરણિ |
12 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | ષષ્ઠી શ્રાદ્ધ |
13 સપ્ટેમ્બર 2025 | શનિવાર | સપ્તમી શ્રાદ્ધ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | અષ્ટમી શ્રાદ્ધ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | મહાલક્ષ્મી વ્રત સમાપ્તિ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | જીવિતપુત્રિકા વ્રત |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | હિન્દી દિવસ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | કાલાષ્ટમી |
15 સપ્ટેમ્બર 2025 | સોમવાર | નવમી શ્રાદ્ધ |
15 સપ્ટેમ્બર 2025 | સોમવાર | વિશ્વેશ્વરૈયા જયંતિ |
16 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દશમી શ્રાદ્ધ |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | એકાદશી શ્રાદ્ધ |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | વિશ્વકર્મા પૂજા |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | કન્યા સંક્રાંતિ |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | ઇન્દિરા એકાદશી |
18 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | દ્વાદશી શ્રાદ્ધ |
19 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | ત્રયોદશી શ્રાદ્ધ |
19 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | પ્રદોષ વ્રત |
20 સપ્ટેમ્બર 2025 | શનિવાર | ચતુર્દશી શ્રાદ્ધ |
20 સપ્ટેમ્બર 2025 | શનિવાર | માસિક શિવરાત્રી |
21 સપ્ટેમ્બર 2025 | રવિવાર | સર્વ પિતૃ અમાવસ્યા |
22 સપ્ટેમ્બર 2025 | સોમવાર | મહારાજા અગ્રસેન જયંતિ |
22 સપ્ટેમ્બર 2025 | સોમવાર | નવરાત્રી આરંભ |
22 સપ્ટેમ્બર 2025 | સોમવાર | ઘટસ્થાપના |
23 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | ચંદ્ર દર્શન |
25 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | વિનાયક ચતુર્થી |
26 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | ઉપાંગ લલિતા વ્રત |
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દુર્ગા અષ્ટમી |
29 સપ્ટેમ્બર 2025 | સોમવાર | સરસ્વતી પૂજા |
29 સપ્ટેમ્બર 2025 | સોમવાર | નવપત્રિકા પૂજા |
29 સપ્ટેમ્બર 2025 | સોમવાર | અશ્વિન નવપદ ઓળી આરંભ |
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દુર્ગા અષ્ટમી |
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | સંધી પૂજા |
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | માસિક દુર્ગાષ્ટમી |