Diwali 2023 Shubh Muhurat: દિવાળીના દિવસે વર્ષો પછી સર્જાયો ખૂબ જ ખાસ સંયોગ, આ મુહૂર્તમાં કરો ચોપડા પૂજન; જાણો સરળ વિધિ

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Sat 11 Nov 2023 11:36 AM (IST)Updated: Sat 11 Nov 2023 01:18 PM (IST)
on-the-day-of-diwali-a-very-special-coincidence-happened-after-years-note-shubh-muhurat-for-diwali-pooja-230942

Diwali 2023 Shubh Muhurat: વર્ષ 2023માં દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ ઉજવાશે. દિવાળીના તહેવારને પ્રકાશનો પર્વ કહેવાય છે. આ દિવસે લોકો લક્ષ્મી-સરસ્વતી માતાજીની ઉપાસના કરે છે અને પોતાનો ધંધો બારેમાસ સારો ચાલે તે માટે વેપારના ચોપડાનું પૂજન કરે છે. આ વર્ષે દિવાળી પર ખૂબ જ શુભ સંયોગો બની રહ્યા છે.

આ દિવસે ગજકેસરી (ગુરુ-ચંદ્રની યુતિ), હર્ષ, ઉભયચારી, કહલ અને દુર્ઘારા એમ પાંચ રાજયોગ બનવા જઈ રહ્યા છે. આ યોગો ગોચરમાં શુક્ર, બુધ, ચંદ્ર અને ગુરુની સ્થિતિના આધારે બની રહ્યા છે. આ સિવાય મહાલક્ષ્મી, આયુષ્માન અને સૌભાગ્ય યોગ પણ બની રહ્યા છે. આવો યોગ 700 વર્ષ પછી રચાયો છે. માટે આ દિવસે કરેલી પૂજાનું મહાત્મ્ય અનેરુ છે. આવો જાણીએ ચોપડા પૂજનના શ્રેષ્ઠ મુહૂર્ત અને પૂજા વિધિ.

દિવાળી 2023 ચોપડા પૂજન મુહૂર્ત

દિવાળી પૂજા વિધિ
દિવાળીની પૂજા માટે લક્ષ્મીજીની મૂર્તિને બાજઠ પર લાલ સ્થાપન પાથરીને સ્થાપિત કરો. આ પછી કળશ સ્થાપિત કરો. કળશમાં પાણી ભરી દો અને તેમાં ફૂલ, ચોખાના થોડા દાણા, એક ધાતુનો સિક્કો અને એક સોપારી મૂકો. આંબાના અથવા આસોપાલવના પાનથી કળશને શણઘારી દો. હવે લક્ષ્મી-ગણેશજીની મૂર્તિને ઘઉની વચ્ચે સ્થાપિત કરો. કળશની દક્ષિણ-પશ્ચિમ દિશામાં મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. આ પછી પૂજા શરૂ કરવી જોઈએ. પ્રસાદ માટે ફળ, મીઠાઈ વગેરે રાખો. પૂજા માટે તમે નોટ અથવા સિક્કા વગેરે પણ રાખી શકો છો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

સવારે8.12 થી 12.23 PM
બપોરે12.22 થી 01.46 PM
સાંજે4.34 થી 5.58 PM
રાત્રે9.10 થી 10.46 PM