Vastu Tips: ઘરના મંદિરમાં આ દેવી-દેવતાની મૂર્તિ કે તસવીર સાથે રાખવાની ભૂલ ના કરશો, નહીંતર સુખ-શાંતિ હણાઈ જશે

ઘરના મંદિરમાં ક્યારેય હનુમાનજી અને શનિદેવની મૂર્તિ એકસાથે ના રાખવી જોઈએ. આ બન્નેને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 10 Aug 2025 08:58 PM (IST)Updated: Sun 10 Aug 2025 08:58 PM (IST)
method-of-home-temple-according-to-vastu-tips-for-deity-statues-582902
HIGHLIGHTS
  • વાસ્તુ શાસ્ત્રમાં ઘરનું મંદિર પોઝિટિવ એનર્જીના સંચારનું મુખ્ય કેન્દ્ર
  • મંદિરમાંથી નીકળતી પોઝિટિવ એનર્જી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રહેલા મંદિરને ઘરમાં પોઝિટિવ એનર્જીના સંચારનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, મંદિરમાંથી નીકળતી પોઝિટિવ એનર્જી સમગ્ર ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે છે. જો કે કેટલાક દેવી-દેવતાઓની મૂર્તિ કે તસવીરો સાથે રાખવાથી આ પોઝિટિવ એનર્જી અવરોધાઈ શકે છે. જેના પરિણામે ઘરમાં નેગેટિવિટી આવવાની સાથે-સાથે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થવા તેમજ આર્થિક સમસ્યા વધી જતી હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ઘરના મંદિરમાં શિવલિંગ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આમ છતાં કેટલાક ભક્તો ઘરમાં શિવલિંગ રાખતા હોય છે. જો રાખો તો તમારે તેના કેટલાક નિયમોનું પાલન અચૂક કરવું પડે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઘરના મંદિરમાં એકથી વધુ શિવલિંગ ના હોવા જોઈએ, નહીંતર તે તમારા ઘરમાં નકારાત્મક્તા ફેલાવશે. જેના પરિણામે પ્રગતિના તમામ દ્વાર બંધ થઈ જશે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, ઘરમાં બે શાલિગ્રામને પણ ના રાખવા જોઈએ. જે વાસ્તુ દોષનું કારણ બની શકે છે. જેના પરિણામે ઘરની સુખ-શાંતિ હણાઈ શકે છે અને પરિવારના સભ્યોને ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવો પડી શકે છે.

હનુમાન અને શનિદેવ
ઘરના મંદિરમાં ક્યારેય હનુમાનજી અને શનિદેવની મૂર્તિ એકસાથે ના રાખવી જોઈએ. આ બન્નેને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. એવામાં બન્નેની મૂર્તિ સાથે રાખવાથી ઘરની સુખ-શાંતિ હણાઈ જાય છે. આટલું જ નહીં, ઘરમાં ક્યારેય શનિ દેવની મૂર્તિ ના રાખવી જોઈએ.