Gujarati Calendar 2025 September: સપ્ટેમ્બર 2025 નો મહિનો હિન્દુ ધર્મમાં અનેક મહત્વપૂર્ણ તહેવારો અને પર્વો લઈને આવી રહ્યો છે. આ મહિનામાં અનંત ચતુર્દશી, શ્રાદ્ધ પક્ષની શરૂઆત અને શારદીય નવરાત્રી જેવા અનેક મોટા તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારોનું ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ મહત્વ છે.
સપ્ટેમ્બરના મુખ્ય તહેવારોનું મહત્વ
સપ્ટેમ્બર મહિનો ખાસ કરીને ભગવાન ગણેશની આરાધના માટે જાણીતો છે. આ મહિનાની શરૂઆત ગણેશ ઉત્સવ સાથે થાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ છે જ્યારે દસ દિવસ સુધી ચાલનારા આ પર્વનો અંત અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે થાય છે, જે 6 સપ્ટેમ્બરના રોજ છે. આ ઉપરાંત, પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ પણ આ મહિનામાં શરૂ થશે, જેમાં પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તર્પણ વિધિ કરવામાં આવે છે. આ સાથે જ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાના પવિત્ર પર્વ શારદીય નવરાત્રીની શરૂઆતની પણ થશે. આ મહિનામાં આવતા તહેવારો શ્રદ્ધા, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક મનાય છે.
સપ્ટેમ્બર 2025 માં તહેવારો અને મહત્વપૂર્ણ દિવસો
હિન્દુ પંચાંગ મુજબ, સપ્ટેમ્બર 2025 માં આવનારા કેટલાક મુખ્ય તહેવારો અને પર્વોની તારીખો નીચે મુજબ છે:
તારીખ | દિવસ | તહેવાર / વ્રત |
1 સપ્ટેમ્બર 2025 | સોમવાર | જ્યેષ્ઠ ગૌરી પૂજા |
2 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | જ્યેષ્ઠ ગૌરી વિસર્જન |
3 સપ્ટેમ્બર 2025 | બુધવાર | પારશ્વ એકાદશી / પરિવર્તિની એકાદશી |
4 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | વામન જયંતિ |
4 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | ભૂવનેશ્વરી જયંતિ |
4 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | કલ્કિ દ્વાદશી |
5 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | ઓણમ |
5 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | શિક્ષક દિવસ |
5 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | પ્રદોષ વ્રત |
6 સપ્ટેમ્બર 2025 | શનિવાર | ગણેશ વિસર્જન |
6 સપ્ટેમ્બર 2025 | શનિવાર | અનંત ચતુર્દશી |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | પૂર્ણિમા શ્રાદ્ધ |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | ચંદ્ર ગ્રહણ (પૂર્ણ) |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | ભાદ્રપદ પૂર્ણિમા વ્રત |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | ભાદ્રપદ પૂર્ણિમા |
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | અન્વાધાન |
8 સપ્ટેમ્બર 2025 | સોમવાર | પિતૃપક્ષ આરંભ |
8 સપ્ટેમ્બર 2025 | સોમવાર | પ્રતિપદા શ્રાદ્ધ |
9 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દ્વિતીયા શ્રાદ્ધ |
10 સપ્ટેમ્બર 2025 | બુધવાર | તૃતીયા શ્રાદ્ધ |
10 સપ્ટેમ્બર 2025 | બુધવાર | ચતુર્થી શ્રાદ્ધ |
10 સપ્ટેમ્બર 2025 | બુધવાર | વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી |
11 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | પંચમી શ્રાદ્ધ |
11 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | મહા ભરણિ |
12 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | ષષ્ઠી શ્રાદ્ધ |
13 સપ્ટેમ્બર 2025 | શનિવાર | સપ્તમી શ્રાદ્ધ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | અષ્ટમી શ્રાદ્ધ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | મહાલક્ષ્મી વ્રત સમાપ્તિ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | જીવિતપુત્રિકા વ્રત |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | હિન્દી દિવસ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | કાલાષ્ટમી |
15 સપ્ટેમ્બર 2025 | સોમવાર | નવમી શ્રાદ્ધ |
15 સપ્ટેમ્બર 2025 | સોમવાર | વિશ્વેશ્વરૈયા જયંતિ |
16 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દશમી શ્રાદ્ધ |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | એકાદશી શ્રાદ્ધ |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | વિશ્વકર્મા પૂજા |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | કન્યા સંક્રાંતિ |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | ઇન્દિરા એકાદશી |
18 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | દ્વાદશી શ્રાદ્ધ |
19 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | ત્રયોદશી શ્રાદ્ધ |
19 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | પ્રદોષ વ્રત |
20 સપ્ટેમ્બર 2025 | શનિવાર | ચતુર્દશી શ્રાદ્ધ |
20 સપ્ટેમ્બર 2025 | શનિવાર | માસિક શિવરાત્રી |
21 સપ્ટેમ્બર 2025 | રવિવાર | સર્વ પિતૃ અમાવસ્યા |
22 સપ્ટેમ્બર 2025 | સોમવાર | મહારાજા અગ્રસેન જયંતિ |
22 સપ્ટેમ્બર 2025 | સોમવાર | નવરાત્રી આરંભ |
22 સપ્ટેમ્બર 2025 | સોમવાર | ઘટસ્થાપના |
23 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | ચંદ્ર દર્શન |
25 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | વિનાયક ચતુર્થી |
26 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | ઉપાંગ લલિતા વ્રત |
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દુર્ગા અષ્ટમી |
29 સપ્ટેમ્બર 2025 | સોમવાર | સરસ્વતી પૂજા |
29 સપ્ટેમ્બર 2025 | સોમવાર | નવપત્રિકા પૂજા |
29 સપ્ટેમ્બર 2025 | સોમવાર | અશ્વિન નવપદ ઓળી આરંભ |
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દુર્ગા અષ્ટમી |
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | સંધી પૂજા |
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | માસિક દુર્ગાષ્ટમી |