Ganpati 2025 Date, Sthapana and Visarjan Muhurat | ગણપતિ સ્થાપના, વિસર્જન મુહૂર્ત 2025: સમૃદ્ધિ, જ્ઞાન અને સૌભાગ્યના દેવતા ગણેશજીના આગમનનો તહેવાર, ગણેશ ચતુર્થી, આ વર્ષે 27 ઓગસ્ટ, 2025ના રોજ ઉજવવામાં આવશે. આ 10-દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થાય છે, જ્યારે ભક્તો ઉત્સાહપૂર્વક ઘરો અને પંડાલોમાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરે છે.
ગણેશ ચતુર્થી 2025 તારીખ (Ganesh Chaturthi 2025 Date)
વૈદિક પંચાંગ મુજબ, ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ 26 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 01:54 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 03:44 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર, ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ, 2025ના રોજ ઉજવવામાં આવશે.
ગણેશ વિસર્જન 2025 તારીખ (Ganesh Visarjan 2025 Date)
આ વર્ષે 6 સપ્ટેમ્બર 2025 ના રોજ અનંત ચતુર્દશી છે. આ તારીખે 10-દિવસીય ગણેશોત્સવ સમાપ્ત થશે. આ દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે.
ગણેશ સ્થાપના 2025 માટે શુભ મુહૂર્ત (Ganesh Sthapana 2025 Shubh Muhurat)
ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપના અને પૂજા માટેનો મુખ્ય શુભ સમય સવારે 11:05 થી બપોરે 01:39 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત, ભક્તો પોતાની સુવિધા મુજબ નીચે આપેલા ચોઘડિયા મુહૂર્તનો પણ ઉપયોગ કરી શકે છે:
- સવારે 06:11 થી 07:45
- સવારે 07:45 થી 09:19
- સવારે 10:54 થી 12:28
- બપોરે 03:36 થી 05:11
- સાંજે 05:11 થી 06:45
ગણપતિ વિસર્જન માટે શુભ મુહૂર્ત (Ganesh Visarjan 2025 Shubh Muhurat)
અનંત ચતુર્થી, એટલે કે ગણેશ વિસર્જન, 6 સપ્ટેમ્બર, 2025ના રોજ છે. આ દિવસે બાપ્પાને વિદાય આપવા માટેના શુભ ચોઘડિયા મુહૂર્ત નીચે મુજબ છે:
- સવારનું મુહૂર્ત (શુભ) - સવારે 07:36 થી સવારે 09:10 સુધી
- બપોરનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - બપોરે 12:19 થી સાંજે 05:02 સુધી
- સાંજનું મુહૂર્ત (લાભ) - સાંજે 06:37 થી રાત્રે 08:02 સુધી
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - રાત્રે 09:28 PM થી મોડી રાત 01:45 સુધી, સપ્ટેમ્બર 07
- પરોઢનું મુહૂર્ત (લાભ) - સવારે 04:36 થી સવારે 06:02 સુધી, સપ્ટેમ્બર 07