Ganesh Visarjan 2025 Date And Muhurat: ગણપતિની સ્થાપના પછી દરેક ઘરો અને સોસાયટીમાં ધામે ધૂમે તેમના પૂજન અર્ચન થઈ રહ્યા છે. ત્યારે હવે લોકો ગણપતિ વિસર્જનના શુભ મુહૂર્ત અને દિવસ ક્યારે આવશે તે અંગે જાણવા ઈચ્છતા હોય છે. ઘણા લોકો દોઢ દિવસે, કોઈ ત્રણ દિવસે, કોઈ પાંચ દિવસે તો કોઈ 10 દિવસે ગણપતિજીનું વિસર્જન કરયા હોય છે. આપણે આ દિવસ પ્રમાણે ગણપતિજીના વિસર્શનનું શુભ મુહૂર્ત ક્યું છે તે અંગે વાત કરીશું.
28 ઓગસ્ટ 2025 ના રોજ ગણપતિ વિસર્જન મુહૂર્ત (Today Ganesh Visarjan Muhurat 2025)
- બપોરે 12 વાગ્યાથી દોઢ વાગ્યા સુધી લાભ ચોઘડિયું.
- બપોરના દોઢ વાગ્યાથી 3 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું.
- સાંજે 4.30 વાગ્યાથી 6 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.
- સાંજે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું.
- રાતના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચલ ચોઘડિયું.
29 ઓગસ્ટ 2025ના રોજ ગણપતિ વિસર્જન મુહૂર્ત
- સવારના 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી ચલ ચોઘડિયું
- સવારના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી લાભ ચોઘડિયું
- સવારના 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું
- બપોરના 12 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.
- સાંજે 4.30 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચલ ચોઘડિયું.
- રાતના 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી લાભ ચોઘડિયું.
31 ઓગસ્ટના રોજ ગણપતિ વિસર્જન મુહૂર્ત
- સવારના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચલ ચોઘડિયું
- સવારના 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી લાભ ચોઘડિયું
- સવારના 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું
- બપોરના 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.
- સાંજના 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.
- રાતના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું.
2 સપ્ટેમ્બર 2025 ના રોજ ગણપતિ વિસર્જન મુહૂર્ત
- સવારના 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી ચલ ચોઘડિયું.
- સવારના 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધી લાભ ચોઘડિયું
- બપોરના 12 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું.
- બપોરના 3 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.
- રાતના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી લાભાચોઘડિયું.
6 સપ્ટેમ્બર અંનંત ચૌદશના રોજ ગણપતિ વિસર્જન મુહૂર્ત
- સવારના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.
- બપોરના 12 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ચલ ચોઘડિયું.
- બપોરના 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી લાભ ચોઘડિયું.
- બપોરના 3 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું.
- સાંજના 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી લાભ ચોઘડિયું.
- રાતના 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.