Diwali 2025 Date: નવા વર્ષ 2025માં ક્યારથી શરૂ થશે દિવાળી પર્વની શરૂઆત, જાણો તારીખ અને મુહૂર્તની વિગત

આજે અમે અહીં આવનારા વર્ષ 2025માં ક્યારે દિવાળી છે અને દિવાળીના શુભ મુહૂર્ત કયા છે તે અંગે અહીં જણાવી રહ્યા છીએ.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 30 Dec 2024 06:26 PM (IST)Updated: Mon 30 Dec 2024 06:26 PM (IST)
diwali-2025-date-lakshmi-puja-shubh-muhurat-timings-history-and-significance-behind-deepavali-when-is-dhanteras-govardhan-puja-bhai-dooj-452954
HIGHLIGHTS
  • નવા વર્ષ 2025માં ક્યારે છે દિવાળી અને શું છે શુભ મુહૂર્ત
  • નવા વર્ષ 2025માં ક્યારે છે ધનતેરસ અને શું છે શુભ મુહૂર્ત
  • નવા વર્ષ 2025માં ક્યારે છે બેસતુ વર્ષ અને શું છે શુભ મુહૂર્ત

Diwali 2025 Date: દિવાળી તહેવારનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. સમગ્ર દેશમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીને દિવસે આતશબાજી કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે. સમગ્ર દેશમાં એક અનેરા ઉત્સવનો માહોલ જોવા મળે છે. ત્યારે નવા વર્ષમાં ક્યારથી દિવાળી પર્વની શરૂઆત થશે તે જાણવાની હર કોઇને આતુરતા રહે છે. ત્યારે આજે અમે અહીં આવનારા વર્ષ 2025માં ક્યારે દિવાળી છે અને દિવાળીના શુભ મુહૂર્ત કયા છે તે અંગે અહીં જણાવી રહ્યા છીએ.

2025માં દિવાળી પર્વ કઇ તારીખથી (Diwali 2025 Date)

દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇ બીજ. ત્યારે આવો જાણીએ કે ક્યારથી આ તહેવારની શરૂઆત થાય છે. નવા વર્ષ 2025માં ધનતેરસ 18 ઓક્ટોબરના રોજ છે. 19 ઓક્ટોબરે કાળી ચૌદસ, 20 ઓક્ટોબરે દિવાળી છે. ત્યારબાદ 22 ઓક્ટોબરે બેસતુ વર્ષ અને 23 ઓક્ટોબરના રોજ ભાઈ બીજ છે.

ધનતેરસના શુભ મુહૂર્ત (dhanteras 2025 Muhurat)

  • શુભ ચોઘડિયું સવારના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી
  • ચલ ચોઘડિયું બપોરના 12 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી
  • લાભ ચોઘડિયું બપોરના 1.30થી 3 વાગ્યા સુધી
  • અમૃત ચોઘડિયું બપોરના 3 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી.
  • સાંજે લાભ ચોઘડિયું 6 વાગ્યા થી 7.30 વાગ્યા સુધી
  • રાતે શુભ ચોઘડિયું 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી અને
  • અમૃત ચોઘડિયું 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધી.

દિવાળીના શુભ મુહૂર્ત ( Diwali 2025 Muhurat)

  • અમૃત ચોઘડિયું સવારના 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી
  • શુભ ચોઘડિયું સવારના 9થી 10.30 વાગ્યા સુધી
  • ચલ ચોઘડિયું બપોરના 1.30થી 3 વાગ્યા સુધી
  • લાભ ચોઘડિયું બપોરના 3 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી.
  • અમૃત ચોઘડિયું સાંજના 4.30 વાગ્યાથી 6 વાગ્યા સુધી.
  • સાંજે ચલ ચોઘડિયું 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી.
  • લાભ ચોઘડિયું 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધી.

નવા વર્ષના શુભ મુહૂર્ત (Gujarati New Year 2025, Bestu varas Muhurat)

  • લાભ ચોઘડિયું સવારના 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી
  • અમૃત ચોઘડિયું સવારના 7.30થી 9 વાગ્યા સુધી
  • શુભ ચોઘડિયું સવારના 10.30 થી 12 વાગ્યા સુધી
  • ચલ ચોઘડિયું બપોરના 3 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી
  • લાભ ચોઘડિયું સાંજના 4.30 વાગ્યાથી 6 વાગ્યા સુધી.
  • રાતે શુભ ચોઘડિયું 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી.
  • રાતે અમૃત ચોઘડિયું 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી.
  • રાતે ચલ ચોઘડિયું 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધી.