Chanakya Niti: પ્રાચીન ભારતના મહાન વિદ્વાનોમાંના એક આચાર્ય ચાણક્યએ મનુષ્યના જીવનમાં આવતી લગભગ દરેક મુશ્કેલીને નીતિ શાસ્ત્રમાં ખૂબ જ સરળ રીતે સમજાવી છે. ચાણક્ય નીતિ માત્ર સફળતાનો માર્ગ જ નથી બતાવતી, પરંતુ એક વ્યક્તિને સરળ અને શાંત ભાવથી પોતાના કર્તવ્યોનું પાલન કરવાનું પણ શીખવે છે. નીતિ શાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કયા લોકોને મા લક્ષ્મીના આશીર્વાદ ક્યારેય મળતા નથી. આવા લોકો હંમેશા ગરીબ જ રહે છે.
ચાણક્ય નીતિ અનુસાર આ પાંચ પ્રકારના લોકો હંમેશા ગરીબ રહે છે.
અસ્વચ્છ વસ્ત્રો પહેરનાર
ચાણક્ય નીતિ અનુસાર જે વ્યક્તિ અસ્વચ્છ વસ્ત્રો પહેરે છે તે ક્યારેય મા લક્ષ્મીની કૃપા મેળવી શકતો નથી. ભલે પછી તે સ્વયં ભગવાન ચક્રપાણિ (ભગવાન વિષ્ણુ) જ શા માટે ન હોય.
ગંદા દાંતવાળા
ચાણક્ય નીતિ અનુસાર જે મનુષ્યના દાંત હંમેશા ગંદા રહે છે, આવા લોકો પાસે પણ મા લક્ષ્મી ક્યારેય આવતા નથી.
અતિશય ભોજન કરનાર
જે વ્યક્તિ અતિશય ભોજન કરે છે, તેને પણ મા લક્ષ્મીની કૃપા મળતી નથી. આવા લોકો જીવનભર ગરીબ રહી જાય છે.
કઠોર વાણીવાળા
ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે જેમની વાણી કઠોર હોય છે. જેઓ હંમેશા કઠોર શબ્દો બોલે છે જેનાથી બીજાને દુઃખ થાય છે આવા લોકો પણ જીવનભર ગરીબ રહી જાય છે.
મોડે સુધી સૂઈ રહેનાર
નીતિ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ સૂર્યોદય પછી ઉઠે છે તે પણ મા લક્ષ્મીની કૃપા મેળવી શકતો નથી. ભલે પછી તે સ્વયં ભગવાન વિષ્ણુ જ શા માટે ન હોય.