Budh Gochar 2025: વૈદિક પંચાગ પ્રમાણે, આવતીકાલે 22 ઓગસ્ટ શુક્રવારના રોજ પીઠોરી અમાસ છે. આ શુભ અવસર પર દેવાધી દેવ મહાદેવ અને માઁ પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ 64 યોગિનિયોના નિમિત્ત વ્રત રાખવામાં આવે છે. આ વ્રતના પુણ્ય પ્રતાપે સાધકના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ સાથે જ તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે.
જ્યોતિષિઓનું માનીએ તો, 22 ઓગસ્ટના દિવસે ગ્રહોના રાજકુમાર બુધ દેવ પોતાની ચાલ બદલશે. જેના પરિણામે કેટલીક રાશિના જાતકોને લાભ મળશે અને જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. બુધ દેવની કૃપાથી તેમના જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલશે અને તેમના તમામ અટકેલા કામો એક પછી એક પુરા થવા લાગશે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…ૉ
કર્ક: આ રાશિના જાતકો માટે આ ઉત્તમ સમય છે. વર્તમાન સમયમાં બુધ દેવ કર્ક રાશિના લગ્ન ભાવમાં છે. બુધ દેવની કૃપાથી તમારા વ્યવહારમાં પરિવર્તન આવશે, જે ભવિષ્યમાં તમને ફાયદેમંદ નીવડશે. તમારી સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. ચતુરાઈ અને સાહસના સમન્વયથી ધારેલું કામ સારી રીતે પાર પાડી શકશો. વેપારમાં પણ તમને અણધારી સફળતા મળી શકે છે. બુધ દેવને પ્રસન્ન કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરો. આ સાથે જ સોમવાર અને બુધવારના દિવસે લીલી વસ્તુઓનું દાન કરવું જોઈએ.
ધન: આ રાશિના જાતકો પર પણ બુધ દેવની અપાર કૃપા વરસશે. સરકારી નોકરી શોધી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તેમની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. તમે વિનમ્રતાથી લોકોનું દિલ જીતવામાં સફળ થશે. ધંધાદારી વર્ગને રોકાયેલી ઉઘરાણી પરત આવશે. જીવનસાથી શોધતા યુવાનો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થાય.
બુધ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે બુધવારના દિવસે લીલા શાકભાજીનું દાન કરો. આ સાથે જ કામકાજના સ્થળે ગણપતિની સ્થાપના કરો.