Desi Jugaad Viral Video: આપણા દેશમાં એવા લોકોની કોઈ કમી નથી જે પોતાના મગજનો ઉપયોગ કરીને જુગાડનો જાદુ બતાવે છે. જો કોઈ વસ્તુની અછત હોય અથવા કોઈ વસ્તુની જરૂર હોય પણ તે પહોંચની બહાર હોય છે તો કેટલાક લોકો તેનો સ્થાનિક ઉકેલ શોધીને સૌને આશ્ચર્યચકિત કરી દે છે.
દેશી જુગાડની મદદથી તેઓ તે વસ્તુની જરૂરિયાત પૂરી કરે છે અને તેમની પ્રતિભાનો જાદુ પણ બતાવે છે. દેશી જુગાડને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે. તાજેતમાં જ એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં કેટલાક છોકરાઓ દેશી જુગાડની મદદથી ઘરે સ્વિમિંગ પૂલ બનાવે છે અને તેમાં ખૂબ મજા કરવાનું શરૂ કરે છે.
અહીં સૌથી ખાસ વાત એ છે કે આ દેશી સ્વિમિંગ પૂલ બનાવવા માટે ન તો વધારે પૈસા ખર્ચવા પડ્યા કે ન તો ખાડો ખોદવો પડ્યો.
આ વીડિયો @ajayprajapati4u નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને 75 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું છે- આટલું બધું જુગાડ કર્યા પછી જ્યારે હું પાણી ભરવાનું શરૂ કરીશ ત્યારે લાઈટ બંધ થઈ જશે. બીજા વ્યક્તિએ લખ્યું - ઘરમાં 4 ખાટલા નથી, જ્યારે ત્રીજા વ્યક્તિએ લખ્યું - ફક્ત એક ક્ષણની ખુશી માટે આટલું બધું પાણી બગાડ્યું.