VIRAL VIDEO: આપણા ગુજરાતના એક પ્રચલિત ઉક્તિ છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે'. અર્થાત જેના ઉપર રામ અર્થાત ઈશ્વરનો હાથ હોય, તેનો ગમે તેવી મુસિબત વાળ પણ વાંકો નથી કરી શકતી. આવું જ કંઈક એક સ્કૂટી સવાર યુવતી સાથે થયું છે. જેમાં યુવતી સ્કૂટી સહિત તોતિંગ ડમ્પરના નીચે આવી ગઈ હોવા છતાં તેને ઉની આંચ પણ નથી આવી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રોડ પર ટ્રાફિક જામ છે અને વાહનોની લાંબી કતારો લાગી છે. એક પછી એક ગાડીઓ ધીમે-ધીમે આગળ વધી રહી છે. આ ટ્રાફિકજામમાં સ્કૂટી સવાર એક યુવતી પણ ફસાઈ છે, જે ડમ્પરની આગળ ધીમે-ધીમે પોતાની સ્કૂટીને લઈને આગળ વધી રહી છે. આ દરમિયાન અચાનક ડમ્પરના ચાલકે સ્પીડ વધારી દીધી હતી. જેના પગલે મહાકાય ડમ્પર આગળ જતી સ્કૂટી સવાર યુવતી પર ચડી ગયું હતુ.
આ ઘટનાના પગલે રોડ પર બૂમાબૂમ થવા લાગી હતી. કેટલાક લોકો મોટેથી બોલ્યા પણ ખરા કે, યુવતી ટ્રકની નીચે આવી ગઈ છે. જો કે ડમ્પરમાં બેઠેલા ડ્રાઈવરને સંભળાતું જ નહતુ અને તે પોતાની મસ્તીમાં ડમ્પરને આગળ હંકારે રાખે છે. જોત-જોતામાં આખું ડમ્પર સ્કૂટી સવાર યુવતીના ઉપરથી પસાર થઈ જાય છે.
लगता है एक खरोंच भी नहीं आया लड़की को pic.twitter.com/ecp32xYjPq
— Hurr (@IAmHurr07) August 15, 2025
જો કે ડમ્પર આગળ વધે છે, તે સાથે જ યુવતી અચાનક નીચેથી સહી સલામત રીતે ઉભી થઈ જાય છે. આ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ઉઠે છે અને ઈશ્વરનો આભાર માને છે. જો યુવતી ડમ્પરના પૈડાની નીચે આવી ગઈ હોત, તો તે ચગદાઈને મોતને ભેટી હોત.