Rahul Gandhi In MP: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે યાત્રા શાજાપુર જિલ્લામાં પહોંચી તો રાહુલ ગાંધી ખુલી જીપમાં સવાર હતા. આ દરમિયાન રોડ નજીક ઉભેલા ભાજપના કાર્યકર્તાઓએ મોદી-મોદીના નારા લગાડવાના શરુ કરી દીધા. રાહુલ ગાંધીએ જ્યારે ભાજપના કાર્યકર્તાઓને જોયા તો કાફલો રોકીને જીપમાંથી નીચે ઉતર્યા અને સીધા જ તેમની પાસે ગયા અને તેમની સાથે હાથ મિલાવવા લાગ્યા.
ભાજપના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને આપવા માટે બટેટા લઈને આવ્યા હતા અને તેના બદલામાં સોનુ આપવાની માગ કરવા લાગ્યા. જેના પર રાહુલ ગાંધી હસ્યા અને ભાજપના કાર્યકર્તાઓની આ માગ પર ફ્લાઈંગ કિસ આપવા લાગ્યા અને પછી ફરી પોતાની જીપમાં સવાર થઈ ગયા. આ અંગેનો એક વીડિયો ભાજપે પણ શેર કર્યો છે.
मध्य प्रदेश की जनता ने राहुल गांधी से पूछा,
— BJP Madhya Pradesh (@BJP4MP) March 5, 2024
"आलू से सोना कब बनेगा?" pic.twitter.com/9h1kLwxPJT
રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો, જેમાં રાહુલ ગાંધી કથિત રીતે એક તરફથી બટેટા નાખીને બીજી બાજુ સોનુ નીકળશે તેવી વાત કરતા જોવા મળે છે. જો કે આ વીડિયોને લઈને કોંગ્રેસ પાર્ટી તરફથી આરોપ લગાડવામાં આવ્યો છે કે ભાજપ આઈટી સેલ એડિટ કરીને વીડિયો શેર કરે છે.
ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને આપ્યા બટેટા
આ વાયરલ વીડિયોને લઈને ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને બટેટા આપ્યા અને તેમની પાસે સોનાની માગ કરવા લાગ્યા. બટેટા લેતી વખતે રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે હસીને કહ્યું કે- બટેટા આપતી વખતે ગભરાશો નહીં. જે બાદ રાહુલ ગાંધીએ બટેટા લઈ લીધા અને બદલામાં તેમણે તમામ ભાજપના કાર્યકર્તાઓ સાથે હાથ મિલાવ્યા અને તેમણે ફ્લાઈંગ કિસ પણ આપી.
આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ જીતૂ પટવારી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા. શાઝાપુર બાદ રાહુલ ગાંધી ઉજ્જૈન ગયા જ્યાં તેમણે મહાકાલના દર્શન કર્યાં.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.