PM Kisan 21st Instalment 2025: ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન યોજના) હેઠળ પાત્ર ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે, જેથી તેઓને ખેતી સંબંધિત કાર્યોમાં મદદ મળી શકે અને તેમને કોઈ આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. હાલમાં કરોડો લોકો આ યોજના સાથે જોડાયેલા છે અને લાભ મેળવી રહ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો અરજી કરતા પહેલા તમે તેના માટે પાત્ર છો કે નહિ, તે જાણવું જરુરી છે.
પીએમ કિસાન યોજના હેઠળ મળતો લાભ
પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 20 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે 21મા હપ્તાની રાહ જોવાઈ રહી છે. સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ-અલગ રાજ્યોમાં આયોજિત કાર્યક્રમોમાંથી DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા આ હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલે છે.
પીએમ કિસાન યોજનાનો લાભ કોને ન મળે
આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળે છે જેમની પાસે ખેતી માટે પોતાની જમીન હોય. જોકે, કેટલાક ખેડૂતો આ યોજના માટે પાત્ર માનવામાં આવતા નથી.
- ભાડાની જમીન પર ખેતી કરતા ખેડૂતો
- સરકારી નોકરી કરતા ખેડૂતો
- 10 હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવતા ખેડૂતો
- ઇન્કમ ટેક્સ ચૂકવતા ખેડૂતો