'Operation Sindoor હજુ પણ ચાલુ છે, અમે આમારુ લક્ષ્ય પૂર્ણ કર્યું', ભારતીય વાયુસેનાએ આપ્યું મોટું નિવેદન

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POKમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણા પર વિનાશ કર્યો અને પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોતનો બદલો લીધો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 11 May 2025 02:18 PM (IST)Updated: Sun 11 May 2025 02:18 PM (IST)
operation-sindoor-is-still-going-on-indian-air-forces-big-statement-said-we-have-achieved-our-goals-526332

Operation Sindoor: 7 મેની રાત્રે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POK માં સ્થિત 9 આતંકવાદી ઠેકાણા પર વિનાશ કર્યો અને પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોતનો બદલો લીધો હતો. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન સિંદૂર વિશે વધુ માહિતી પોસ્ટ કરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે અને બંને બાજુ બધું શાંતિપૂર્ણ છે. આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે અને ઓપરેશન સિંદૂર વિશે વધુ માહિતી આપી છે.

વાયુસેનાનું પોસ્ટ

"ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂરમાં તેના સોંપાયેલા કાર્યોને ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. આ કામગીરી રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને અનુરૂપ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક હાથ ધરવામાં આવી હતી." પોસ્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. IAF એ લખ્યું, "કારણ કે ઓપરેશન હજુ પણ ચાલુ છે, તેથી યોગ્ય સમયે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે. IAF બધાને અનુમાન અને અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા અપીલ કરે છે."