MP News: આજે ટ્રેન હું ચલાવીશ... ડ્રાઈવરની સીટ પર જઈને બેસી ગયો અજાણ્યો શખ્સ, મુસાફરો ગભરાઈને નીચે ઉતરી ગયા

મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશન પર એક શખ્સ ટ્રેનના એન્જિનમાં ઘૂસી ગયો અને ડ્રાઈવરની સીટ પર કબજો કરી લીધો. તેણે લોકો પાયલોટને કહ્યું કે આજે ટ્રેન તે ચલાવશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 12 Aug 2025 03:52 PM (IST)Updated: Tue 12 Aug 2025 03:52 PM (IST)
mp-man-halts-train-at-gwalior-railway-station-attempts-to-drive-it-583930

Gwalior Train Viral Video: મધ્ય પ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર સોમવારે એક અનોખી ઘટના બની હતી, જ્યાં એક અજાણ્યા શખ્સે ટ્રેનના એન્જિનમાં ઘૂસીને લોકો ડ્રાઈવરની સીટ પર કબજો જમાવી લીધો હતો. તેણે લોકો પાયલટને કહ્યું કે - આજે ટ્રેન હું ચલાવીશ. આ ઘટનાને કારણે ટ્રેન લગભગ અડધો કલાક મોડી પડી હતી અને મુસાફરો ગભરાઈ ગયા હતા.

ડ્રાઈવરની સીટ પર બેસી ગયો યુવક

આ ઘટના ગ્વાલિયરથી મુરૈનાના સુમાવલી-સબલગઢ જતી મેમુ ટ્રેનમાં બની હતી, જે પ્લેટફોર્મ નંબર 3 પર ઉપડવા માટે તૈયાર હતી. અચાનક એક યુવક એન્જિનના કેબિનમાં ઘૂસી ગયો અને લોકો ડ્રાઈવરની સીટ પર બેસી ગયો. મુસાફરોને ખબર પડી કે એન્જિનમાં કોઈ અજાણ્યો વ્યક્તિ બેઠો છે, ટ્રેનમાં સવાર હજારો મુસાફરોમાં ભય ફેલાઈ ગયો. કેટલાક મુસાફરો તો ગભરાટમાં ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા.

રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. ટ્રેનના લોકો પાયલટે તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે સુરક્ષા દળ (RPF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આશરે 10 મિનિટની જહેમત બાદ તે યુવકને સમજાવી-પટાવીને એન્જિનમાંથી નીચે ઉતારવામાં આવ્યો. RPF દ્વારા યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની માનસિક સ્થિતિની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર પણ ચર્ચા જગાવી છે.