Maharashtra Board HSC 12th Result 2025: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE)એ આજે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (HSC) ધોરણ 12 નું પરિણામ જાહેર કર્યું.
મહારાષ્ટ્ર બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ mahresult.nic.in અને mahahsscboard.in પર પોતાનો સ્કોર કાર્ડ ચકાસી શકે છે. ધોરણ 12ના પરિણામો સોમવાર 5 મેના રોજ બપોરે 1 વાગ્યે સત્તાવાર લિંક પર જોવા મળતા હતા. MSBSHSE બોર્ડ દ્વારા 11મી ફેબ્રુઆરી થી 11 માર્ચ, 2025 દરમિયાન ધોરણ 12ની બોર્ડ પરીક્ષા યોજી હતી.
અહેવાલો પ્રમાણે છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે.છોકરીઓમાં પાસ થવાની ટકાવારી 94.54% રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 89.51% રહી છે. વિજ્ઞાન પ્રવાહમાં 97.35%, વાણિજ્યમાં 92.68% અને આર્ટ્સમાં 80.53% પાસ થયા છે.