Bihar Terror Alert: જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ બિહારમાં ઘૂસ્યા, હાઈ એલર્ટ જારી કરાયું

બિહાર પોલીસ મુખ્યાલયે એક મોટી ચેતવણી જારી કરી છે. માહિતી અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Thu 28 Aug 2025 12:28 PM (IST)Updated: Thu 28 Aug 2025 12:28 PM (IST)
intel-alert-3-jaish-terrorists-enter-bihar-through-nepal-route-593077

Terror Alert in Bihar: બિહાર પોલીસ મુખ્યાલયે એક મોટું એલર્ટ જારી કર્યું છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા છે. તેમાં હસનૈન અલી (રાવલપિંડીનો રહેવાસી), આદિલ હુસૈન (ઉમરકોટનો રહેવાસી) અને મોહમ્મદ ઉસ્માન (બહાવલપુરનો રહેવાસી)નો સમાવેશ થાય છે. પોલીસે ત્રણ આતંકવાદીઓના નામ અને તસવીરો જાહેર કરી છે.

બિહારમાં 3 આતંકવાદીઓ ઘુસ્યા

બિહાર રાજ્ય પોલીસ મુખ્યાલયે નેપાળ સરહદ દ્વારા બિહારમાં જૈશના ત્રણ આતંકવાદીઓના પ્રવેશ અંગે સરહદી જિલ્લાઓને ચેતવણી આપી છે. સરહદી જિલ્લાના એસપીને એલર્ટ કરવામાં આવ્યા છે. નેપાળ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. પૂર્ણિયા ડીઆઈજી પ્રમોદ કુમાર મંડલે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ મુખ્યાલયની સૂચનામાં, સરહદી જિલ્લાઓને વધુ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પોલીસે તસવીરો જાહેર કરી

બિહાર પોલીસે ત્રણેય આતંકવાદીઓના નામ અને તસવીરો જાહેર કરી છે. તેમના પાસપોર્ટ સંબંધિત માહિતી પણ શેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ આતંકવાદીઓ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં કાઠમંડુ પહોંચ્યા હતા અને ત્રીજા અઠવાડિયામાં નેપાળ સરહદથી બિહારમાં પ્રવેશ્યા હતા. એવી શંકા છે કે તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.

સિમા વિસ્તારમાં એલર્ટ

સુરક્ષા એજન્સીઓમાં ગભરાટ ફેલાયો છે. બિહાર પોલીસ મુખ્યાલયે તમામ જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. સીતામઢી, મધુબની, પશ્ચિમ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને સુપૌલ જેવા સરહદી જિલ્લામાં સતર્કતા વધારી દેવામાં આવી છે. ભાગલપુર અને અન્ય જિલ્લાઓમાં પણ એલર્ટ ચાલુ છે.