Kartarpur Corridor Submerged:રાવી નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાને લીધે ગુરદાસપુર જિલ્લામાં પૂરનું સંકટ સર્જાયું છે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા કરતારપુર કોરિડોર પણ જળમગ્ન થઈ ગયો છે. આ કરિડોર પાણીમાં ડૂબી જવાની આશંકા છે.
ગુરદાસપુરમાં પૂરથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. સતત વરસાદ અને રવિ નદીના વધતા પાણીના કારણે ગુરદાસપુર જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર બની છે. નદીના વધતા પાણીના સ્તરને કારણે ડેરા બાબા નાનક નજીક ધુસી ડેમ તૂટી ગયો છે, જેના કારણે પૂરના પાણી નજીકના ઘણા ગામોમાં પ્રવેશી ગયા છે.
VIDEO | Amritsar, Punjab: Water of Ravi River enters Ghonewal village as Dhussi Dam is breached.
— Press Trust of India (@PTI_News) August 27, 2025
The flood-situation has turned grim in Punjab after the water levels in Sutlej, Beas and Ravi rivers and seasonal rivulets rose following heavy rains in their catchment areas in… pic.twitter.com/tuwKwUF5FJ
તેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને તેમની ખેતીની જમીન સંપૂર્ણપણે ડૂબી ગઈ છે. ડેરા બાબા નાનક શહેરમાં પણ પાણી ઘૂસવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકો વહીવટીતંત્ર પાસે મદદ માટે વિનંતી કરી રહ્યા છે.

પંજાબના અનેક ભાગોમાં સતત વરસાદ
પંજાબના વિવિધ ભાગોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે કપૂરથલા જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જ્યારે ફિરોઝપુરમાં, લોકોએ ખાસ કરીને નદી કિનારે આવેલા ગામડાઓ ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે.
પોંગ અને ભાખરા ડેમમાંથી વધારાનું પાણી છોડવા અને ભારે વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓ સહિત મોસમી નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. સતત વરસાદ અને બિયાસ નદી છલકાઈ જવાને કારણે મંગળવારે કપૂરથલા જિલ્લાના ઘણા ગામોમાં પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ હતી, જેના કારણે ખેતીલાયક જમીનનો મોટો વિસ્તાર ડૂબી ગયો હતો.