Delhi CM Rekha Gupta Attack Case: દિલ્હી પોલીસે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાના આરોપી રાજેશ ખીમજી સાકરીયાના મિત્રને રાજકોટથી અટકાયતમાં લીધો છે, કારણ કે તેના પર પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. પોલીસ આરોપીઓના સંપર્કમાં રહેલા દસ લોકો પર પણ નજર રાખી રહી છે. આજે સાંજ સુધીમાં એક શંકાસ્પદ વ્યક્તિને દિલ્હી લાવવામાં આવશે. હુમલા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
દિલ્હી પોલીસના રાજકોટમાં ધામા
દિલ્હી પોલીસની ટીમ રાજકોટમાં અન્ય પાંચ વ્યક્તિઓના નિવેદનો પણ નોંધી રહી છે, જેમનો ડેટા આરોપીના મોબાઇલ ફોનમાં મળી આવ્યો છે. બુધવારે જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર રાજકોટના રહેવાસી રાજેશ ખીમજી સાકરીયાએ તેમના સિવિલ લાઇન્સ નિવાસસ્થાને હુમલો કર્યો હતો. આરોપીને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.
🚨Pre-planned attack on Delhi Chief Minister Rekha Gupta?
— Nabila Jamal (@nabilajamal_) August 20, 2025
CCTV footage shows accused Rajesh Sakriya scouting her Shalimar Bagh residence a full day before the assault. Police have recovered videos of CM’s house from his phone
During a public hearing at her residence this… pic.twitter.com/F270zGKiY4
એક વ્યક્તિની અટકાયત કરાઇ
દિલ્હી પોલીસની એક ટીમ રાજકોટમાં હાજર છે અને પાંચ અન્ય લોકોના નિવેદન નોંધી રહી છે જેમનો ડેટા આરોપીના મોબાઇલમાંથી લેવામાં આવ્યો છે.
સીએમએ શું કહ્યું
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, હવે જાહેર સુનાવણી ફક્ત તેમના નિવાસસ્થાને જ નહીં પરંતુ દિલ્હીના દરેક વિધાનસભા મતવિસ્તારમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ કેસના દરેક ખૂણાની તપાસ કરી રહી છે અને રાજકોટ પોલીસ સાથે સંકલન કરી રહી છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) સહિતની કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.
હુમલા બાદ, મુખ્યમંત્રીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. ગુરુવારે સવારે CRPF જવાનો દિલ્હી પોલીસ પાસેથી તેમની સુરક્ષાની જવાબદારી લેવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. ચોવીસ કલાક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાન અને કાર્યાલયની આસપાસ વધારાના સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.