Ayodhya Ram Mandir Photo: આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તમામ તૈયારી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. શ્રી રામ મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહને કલરફુલ ફુલોથી શણગારવામાં આવ્યું છે. ત્યારે જુઓ રામ મંદિરની લેટેસ્ટ તસવીરો.



રામ મંદિરના સ્તંભો અને દિવાલો પર ફુલોની કલાત્મક આકૃતિઓ બનાવવામાં આવી છે. મંદિરની ભવ્યતા અને સુંદરતા જોઈ તમામ મંત્રમુગ્ધ છે. આજે સમગ્ર દેશમાં રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. દેશ સહિત વિદેશોમાં પણ ભારતીયોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ, યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સહિત ઘણા મહેમાનો આમંત્રિત રહેવાના છે.
આ પણ વાંચો









ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.