Ayodhya Ram Mandir Pran Pratistha Highlights: અયોધ્યા શ્રી રામ મંદિરમાં 5 વર્ષના રામલ્લાની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલ્લાની પ્રથમ આરતી પીએમ મોદીના હસ્તે કરવામાં આવી છે. આ તકે RSS પ્રમુખ મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, યુપીના ગવર્નર આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં છે.

અયોધ્યા શ્રી રામ મંદિરમાં 5 વર્ષના રામલ્લાની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલ્લાની પ્રથમ આરતી પીએમ મોદીના હસ્તે કરવામાં આવી છે. આ તકે RSS પ્રમુખ મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, યુપીના ગવર્નર આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં છે.
https://twitter.com/ANI/status/1749333144342507821
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાની પૂજા કરી છે. અયોધ્યામાં રામ મંદિરમાં આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની દિવ્ય મૂર્તિના દર્શન કરીને 141 કરોડ ભારતીયો ધન્ય થયા. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રઘુપતિ રાઘવ રાજારામ ભજન ગવાયું હતું. અયોધ્યા નગરીમાં પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/1749330917276234087
ગર્ભ ગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી છે. આ તકે પીએમ મોદી સાથે મોહન ભાગવત, સીએમ યોગી અને ગવર્નર આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં છે. પ્રભુ શ્રી રામના પાંચ વર્ષના અવતારની પીએમ મોદી પૂજા કરી રહ્યાં છે. અયોધ્યામાં પુષ્પ વર્ષા કરવામાં આવી છે.
ગર્ભ ગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચાલી રહી છે. આ તકે પીએમ મોદી સાથે મોહન ભાગવત, સીએમ યોગી અને ગવર્નર આનંદીબેન પટેલ ઉપસ્થિત છે.
https://twitter.com/ANI/status/1749324413030506587
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજાની સામગ્રી લઇને પાંચ મંડપોને પાર કરીને ગર્ભ ગૃહમાં પહોંચ્યા છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થયો છે. https://www.youtube.com/watch?v=nOp-eyUn9mM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજાની સામગ્રી લઇને અયોધ્યા શ્રી રામ મંદિર પહોંચ્યા છે. ટૂંક સમયમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે.
https://twitter.com/ANI/status/1749321185748463669
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નિતા અંબાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા છે.
https://twitter.com/ANI/status/1749314716441424340
ઉત્તર પ્રદેશ ભાજપ નેતા ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ભાવુક થયા હતા અને એકબીજાને ભેંટી પડ્યા હતા.
https://twitter.com/ANI/status/1749312202870555077
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા શ્રી રામ મંદિર પહોંચ્યા છે. ટૂંક સમયમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે.
ગાયકો અનુરાધા પૌડવાલ અને કવિતા પૌડવાલે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રામ ભજન પ્રસ્તૃત કર્યું હતું .
https://twitter.com/AHindinews/status/1749311856605643137
ગાયક સોનુ નિગમે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અવસર પર 'રામ સિયા રામ' ભજન ગાયું છે.
https://twitter.com/PTI_News/status/1749311713189793914
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર પહોંચ્યા છે.
https://twitter.com/ANI/status/1749310105718546644
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એક મંદિરમાં પૂજા-અર્ચના કરી છે.
https://twitter.com/PTI_News/status/1749308405892694267
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને કાર્યકર્તા કૈલાશ સત્યાર્થીએ કહ્યું છેકે,વિશ્વ હિંસા અને યુદ્ધથી મુક્ત થાવો જોઇએ અને એ આપણી જવાબદારી છે. ચોક્કસપણે આ એક ઐતિહાસિક દિવસ છે.
https://twitter.com/ANI/status/1749306305389777363
માધુરી દીક્ષિત, વિકી કૌશલ, કેટરિના કૈફ, આયુષ્માન ખુરાના, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની, રોહિત શેટ્ટી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પહોંચ્યા છે.
https://twitter.com/ANI/status/1749304010098782464
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના આકાશી દૃશ્યો.
https://twitter.com/ANI/status/1749304045536440736
અભિનેતા જેકી શ્રોફે કહ્યું છેકે, જ્યારે તમે ભગવાનના મંદિરમાં આવ છો ત્યારે ઘણું બધું મળ્યું હોય તેવું લાગે છે. અમને ભગવાને અહીં બોલાવ્યા છે. અમારા માટે આ ખૂબ મોટી વાત છે.
https://twitter.com/ANI/status/1749302995840565617
ગાયક - સંગીતકાર શંકર મહાદેવને કહ્યું છેકે, આપણા દેશના ઇતિહાસમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે , જેની આપણે 500 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા . અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને અમારા જીવનકાળમાં આનો અનુભવ કરવાનો અવસર મળ્યો.
https://twitter.com/AHindinews/status/1749301615788712315
અભિનેતા ચિરંજીવીએ કહ્યું , આ અમારા પરિવાર માટે ભગવાન દ્વારા આપવામાં આવેલો અવસર છે અને અમે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ .
https://twitter.com/AHindinews/status/1749302075610354162
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટ પહોંચ્યા છે અને ટૂંક સમયમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેશે. દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. રામ મંદિર પરિસરમાં ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગતના સેલિબ્રિટિઝ અને ધર્મગુરુઓ, રાજનેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું છેકે, આજે ભારત માટે ગૌરવનો દિવસ છે. આજથી દેશમાં રામ રાજ્યની શરૂઆત થઇ છે. આપણે બધા ખૂબ ખુશ છીએ.
https://twitter.com/ANI/status/1749298484375884111
બાગેશ્વર ધામના ધીરેંદ્ર શાસ્ત્રી, યોગ ગુરુ રામદેવ, સ્વામી ચિદાનંદ સરસ્વતી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા છે.
https://twitter.com/ANI/status/1749297713538384101
અમિતાભ બચ્ચન, વિવેક ઓબેરોય, અભિષેક બચ્ચન, મનોજ જોશી, સોનુ નિગમ સહિતના બોલિવુડ સેલિબ્રિટીઝ અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે.
https://twitter.com/PTI_News/status/1749296549773893975
રામાયણ સિરિયલમાં માતા સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિપિકા ચિખલિયાએ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત થવાં પહોંચ્યા છે. જ્યાં તેમણે કહ્યું કે, આ દરેક માટે અત્યંત ખુશીનો દિવસ છે. ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી અહીં આવ્યા છે એટલે દેશભરમાં દિવાળીનો માહોલ છે.
https://twitter.com/PTI_News/status/1749288800231018509
કવિ કુમાર વિશ્વાસે કહ્યું કે, આ મહાન ભાગ્યની ક્ષણ છે. લોકોએ 550 વર્ષ સુધી રાહ જોઇ છે. આ આનંદનો તહેવાર છે. કવિ કુમાર વિશ્વાસ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિર આંદોલન વિશે વાત કરતા અભિનેતા મનોજ જોશી ભાવુક થયા છે.
https://twitter.com/ANI/status/1749286353928626498
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા મંદિર પહોંચ્યાછે. ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે સેલિબ્રિટીઝ મંદિર પરિસર પહોંચ્યા છે.
https://twitter.com/PTI_News/status/1749289157728387496
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા આમંત્રિત મહાનુભાવો રામ મંદિર પરિસરમાં પહોંચ્યા છે.
https://twitter.com/PTI_News/status/1749280716217872508
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યા રામ મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. ભાવિકો, સંતો, મહંતો, વડાપ્રધાન સહિત મહાનુભાવો અયોધ્યા આવી રહ્યાં છે. મંદિર પરિસરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
https://twitter.com/PTI_News/status/1749275867006795891
રામ મંદિરના અભિષેક પહેલા ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિશેષ ભસ્મ આરતી કરવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા મુંબઈથી અયોધ્યા માટે રવાના થયા છે.
https://twitter.com/PTI_NewsAlerts/status/1749268669400510685
પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા મુંબઈથી અયોધ્યા માટે રવાના થયા છે.
https://twitter.com/ANI/status/1749267725153956315
આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કડક સુરક્ષા વચ્ચે લતા મંગેશકર ચોક પર રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
https://twitter.com/ANI/status/1749261300105171226
આજે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સરયૂ ઘાટના દ્રશ્યો.
https://twitter.com/ANI/status/1749260748285710472
આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અયોધ્યા જવા રવાના થયા છે. અભિનેતા જેકીશ્રોફ પણ અયોધ્યા પહોંચી રહ્યાં છે.
https://twitter.com/ANI/status/1749248513144455273
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અમેરિકાના નોર્થબરોના રાધે કૃષ્ણ મંદિરમાં ભારતીયો દ્વારા રામ ભજન ગાવામાં આવ્યા હતા.
https://twitter.com/ANI/status/1749255185959108696
આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ અંગે જાણીએ તો 10 વાગ્યે મંગલ ધ્વનિનું ભવ્ય વાદન, 10.30 વાગ્યે મહેમાનો પ્રવેશ કરશે. 10.55 વાગ્યે પીએમ મોદી રામ જન્મભૂમિ પહોંચશે. બપોરે 12.20 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. 12.29થી 12.30 મિનિટની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ પીએમ મોદી, યુપી સીએમ યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત સંબોધન કરશે.
અમદાવાદમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિર, મેમ્કો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને સવારે 8.30 વાગ્યે ભવ્ય 51 કલશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા શ્રી કાશી વિશ્વનાથ મંદિરથી સૈજપુર ટાવર, શ્રી રામ મંદિર, સૈજપુર જશે. બપોરે 12.39 વાગ્યે મહા આરતી રામજી મંદિર સૈજપુર ખાતે, બપોરે 1 વાગ્યે મહા ભંડારો અને રાત્રે 8થી 12 વાગ્યે શ્રી રામધુન શ્રી કાશી વિશ્વનાથ મંદિર, મેમ્કો ખાતે કરવામાં આવશે.
22 જાન્યુઆરીના રોજ દાદાના દરબારમાં પ્રાતઃ 6થી 7 અને સાંજે 6.30થી 8 વાગ્યે ડીજે સંકીર્તનના તાલે યુવાનો રામ નામમાં મગ્ન થશે. સાળંગપુરધામમાં દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભવ્ય રંગોળી, દિવ્ય શણગાર, ડેકોરેશન, દિવ્ય અન્નકૂટ, અખંડ રામધૂન, અખંડ મંત્ર લેખન, દિવ્ય દીપમાળા, આતશબાજી કરવામાં આવશે. આ ઉપરાંત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઇવ દર્શન વિશાળ એલઇડીના માધ્યમથી કરવામાં આવશે.
https://twitter.com/kashtbhanjandev/status/1748917290719236577
આજે ઐતિહાસિક દિવસ છે. વર્ષોથે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાની પ્રત્યેક હિન્દુની ઇચ્છા હતી જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. દેશભરમાં એક અનેરા ઉત્સવ જેવો માહોલ છે. આજે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. ગુજરાતમાં પણ આ મહોત્સવને ઉત્સવ અને ઉજવણી જોવા મળી રહી છે. વિવિધ આર્ટિસ્ટ દ્વારા રામ મંદિર, શ્રી રામની પ્રતિકૃતિઓ, રંગોળીઓ બનાવવામાં આવી છે. સુરતમાં પણ એક આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર સહ કલાકાર દ્વારા 9999 હીરામાંથી ભગવાન રામ અને મંદિરની આકૃતિ બનાવવામાં આવી છે.
https://twitter.com/AHindinews/status/1748777613718585465
સુરતમાં આજે 22 જાન્યુઆરીએ પ્રથમ વખત પાલમાં 350 ડ્રોનની મદદથી આકાશમાં રામલલ્લાની આકૃતિ સાથે શ્રીરામ પણ લખાશે. 30 મિનિટ સુધી ચાલનારા ડ્રોન શોમાં સીતા માતાની છબિ અને નંબર વન સુરત લખાશે. અડાજણ વિસ્તારમાં પ્રાઈમ માર્કેટ પાસે ભગવાન રામની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું આગમન કરવામાં આવશે, લાઇટિંગ અને મોટો ભંડારો કરવામાં આવશે.
અયોધ્યા રામ મંદિરનો મુખ્ય ભાગ જાજરમાન છે, જે રાજસ્થાનના મકરાણા આરસપહાણની પ્રાચીન સફેદ લાવણ્યથી ઢંકાયેલો છે. જ્યારે દેવતાઓની ઉત્કૃષ્ટ કોતરણીની વાત આવે છે, કર્ણાટકના ચાર્મૌથી રેતીનો પથ્થર ત્યારે તે કેન્દ્રસ્થાને છે. જ્યારે રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ પ્રવેશ દ્વારની આકૃતિઓમાં કરવામાં આવ્યો છે. ગુજરાતની ઉદારતા દૈવી મેલોડી સુધી વિસ્તરે છે, જેમાં 2100 કિલોની અષ્ટધાતુનો જાજરમાન ઘંટ ભેટ આપવામાં આવ્યો છે. જે તેના હોલમાં ગુંજી ઉઠશે, આ દૈવી ઘંટની સાથે સાથે, અખિલ ભારતીય દરબાર સમાજ દ્વારા રચિત એક વિશેષ રીતે રચિત 'નગારા'ને લઈને ગુજરાત 700 કિલોનો રથ પણ પ્રસ્તુત કરે છે. ભગવાન રામની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતો કાળો પથ્થર કર્ણાટકથી પ્રાપ્ત થયો છે. હિમાલયની તળેટી, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાએ જટિલ કોતરણીવાળા લાકડાના દરવાજા અને હસ્તકલાના કાપડની ભેટ આપી છે, જે દૈવી ક્ષેત્રના પ્રવેશદ્વાર તરીકે ઉભા છે. યોગદાનની યાદી અહીં પૂરી થતી નથી. બ્રાસવેર, ઉત્તર પ્રદેશનો છે, જ્યારે પોલિશ કરેલા સાગના લાકડાં, મહારાષ્ટ્રથી આવ્યા છે. રામ મંદિરની વાર્તા માત્ર સામગ્રી અને ભૌગોલિક મૂળની જ નથી. તે અસંખ્ય હજારો પ્રતિભાશાળી શિલ્પકારો અને કારીગરો વિશે છે જેમણે આ પવિત્ર પ્રયાસમાં તેમના હૃદય, આત્મા અને કુશળતાનો ઉપયોગ કર્યો છે.