Atul Shubhash Suicide Case: આખરે કોણે લીધો અતુલ સુભાષનો જીવ ? સવાલ સૌ કોઈના મનમાં થઈ રહ્યો છે જ્યારે અતુલ સુભાષે આત્મહત્યા પહેલા તેના વીડિયોમાં તેની પત્નીના પરિવારથી લઈને ભષ્ટ સિસ્ટમ પર આરોપ લગાવ્યા છે. અતુલે આત્મહત્યા પહેલા 24 પાનાની સુસાઈડ નોટ અને 90 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પોતાના જીવનની દાસ્તાન જણાવી હતી કે કેવી રીતે પત્નીના પરિવારથી ત્રસ્ત પુરુષ ન્યાયપાલિકા સામે પણ હારી ગયો ને આખરે તેના જીવનનો અંત આણ્યો.
જજ રીતા કૌશિક પર લાંચનો ગંભીર આરોપ
અતુલ સુભાષે તેના વીડિયોમાં ન માત્ર તેની પત્ની પરંતુ મહિલા જજ ઉપર પણ હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. અતુલે કહ્યું કે કોર્ટમાં તારીખ માટે વકીલને લાંચ આપવી પડતી હતી. વર્ષ 2002 માં જજે વકીલ મારફતે તેની પાસેથી 3 લાખ રુપિયા માંગ્યા હતા. અને જ્યારે અતુલે લાંચ આપવાની ના પાડી તો કોર્ટ તેને પત્નીને દર મહિને 80 હજાર રુપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપી દીધો હતો.
અતુલ કૌશિકે તેની વીડિયોમાં જણાવ્યું કે કોર્ટમાં તેની પત્નીને બહાર કરીને જજ રીતા કૌશિકે એકલામાં તેની સાથે વાત કરી હતી. રીતા કૌશિકે તેની પાસે કેસને સેટલ કરવા માટે પાંચ લાખ રુપિયા માંગ્યા હતા.
પત્નીએ તેને મરવાનું કહ્યું ને જજ હસતી રહી….
અતુલ સુભાષે તેના વીડિયોમાં જણાવ્યું કે કોર્ટમાં જ્યારે તેની સુનાવણી ચાલી રહી હતી ત્યારે તેણે કહ્યું કે આ લોકોએ મારા અને મારા પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મારા પરિવારને હેરાન કરી રહ્યા છે. મારે બેંગ્લોરથી જૌનપુર આવવું પડે છે. આના પર જજ રીતા કૌશિકે કહ્યું કે તો શુ થયું… તમારી પત્ની છે.
અતુલ કહ્યું કે જ્યારે મેં જજને કહ્યું કે તમે એમસીઆરબીના ડેટા જોશો તો જાણ થશે કે ખોટા કેસના કારણે લાખો પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. આના પર મારી પત્નીએ એવું કહ્યું કે તો તમે પણ આત્મહત્યા કેમ નથી કરી લેતા ? આ સાંભળીને જજ રીતા કૌશિક પણ હસવા લાંગ્યા હતા.
કોણ છે જજ રીતા કૌશિક
રીતા કૌશિક હાલ જૌનપુરમાં પ્રિન્સીપલ ફેમિલી કોર્ટની જજ છે. તેણે 20 માર્ચ 1996 માં તેની વકીલાતની કારકિર્દી શરૂ કરી હતી. 1999 માં તે સહારનપુરમાં જ્યુડિશલ મેજિસ્ટ્રેટ રહી. 2000 થી 2002 સુધી મથુરામાં એડિશનલ સિવિલ જજ તરીકે જવાબદારી સંભાળી. અને ત્યાં જ સિવિલ જજ બની. 2003 માં તેનું ટ્રાન્સફર અમરોહા થયું. વર્ષ 2003 થી 2004 સુધી લખનઉમાં સ્પેશિયલ સીએએમ રહી. ત્યારબાદ પ્રમોશન મળતાં તે એડિશનલ ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ બની. તે અયોધ્યામાં જિલ્લા અને સેશન જજ રહી. વર્ષ 2018 માં તે પહેલી વાર અયોધ્યામાં ફેમિલી કોર્ટની પ્રિન્સિપલ જજ બની. વર્ષ 2022 માં અયોધ્યાથી જૌનપુરમાં તેનું ટ્રાન્સફર થયું. ત્યાંથી તે ફેમિલી કોર્ટમાં પ્રિન્સિપલ જજ તરીકે કામ કરી રહી છે.