Alwar: રાજસ્થાનના અલવર જિલ્લાના કિરવારી ગામમાં સાત વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડી ખાધી હતી. ઇકરાના નામની છોકરી તેના ગામમાં અન્ય બાળકો સાથે ખેતરમાં રમી રહી હતી. સાંજે જ્યારે બાળકો ખેતરમાંથી ઘરે પરત ફરવા લાગ્યા ત્યારે રસ્તામાં 6-7 રખડતા કૂતરાઓએ તેમના પર હુમલો કર્યો હતો. કૂતરાઓએ ઇકરાનાને ઘેરી લીધી અને તેના શરીરના ઘણા ભાગો પર બચકા ભર્યા અને તેને લોહીલુહાણ કરી દીધી.
બાળકીના શરીર પર 40 જગ્યાએ ઘા
બાળકોની ચીસો સાંભળીને નજીકના ખેતરોમાં કામ કરતા ખેડૂતો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રખડતા કૂતરાઓ હોસ્પિટલ સુધી યુવતીનો પીછો કર્યો હતો.
હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે ઇકરાનાના શરીર પર 40 ઘા છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ છે.
પાલિકા પર સવાલો ઉઠી રહ્યા છે
રાજસ્થાન રાજ્ય માનવાધિકાર પંચે રખડતા કૂતરાઓ દ્વારા સાત વર્ષની બાળકી પર હિચકારો હુમલો કરવાના કેસના સંબંધમાં ગુરુવારે ખૈરથલ-તિજારા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને નોટિસ આપી હતી. આરએસએચઆરસીના અધ્યક્ષ જસ્ટિસ જી આર મૂલચંદાનીએ અધિકારીઓને 31 જાન્યુઆરી સુધીમાં ઘટના અંગે રિપોર્ટ સોંપવા અને પીડિત પરિવારને વળતર આપવા જણાવ્યું છે. આ ઘટના નગરપાલિકાની બેદરકારીને કારણે થઈ છે.