First Sunrise In India: ભારતના આ ગામમાં સૌથી પહેલા સૂર્યોદય થાય છે, ભાગદોડભર્યાં જીવનમાં આપશે કુદરતનું સાંનિધ્ય અને શાંતિ

પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં એક એવું ગામ છે કે જ્યાં સૌથી પહેલા સૂર્ય ઉગે છે. ભારતના સૌથી પૂર્વી રાજ્ય હોવા સાથે સાથે અરુણાચલ પ્રદેશ મેરિડિયન લાઈનની ઘણુ નજીક છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 06 Oct 2024 04:17 PM (IST)Updated: Sun 06 Oct 2024 04:17 PM (IST)
witness-the-first-sunrise-in-india-find-peace-in-this-peaceful-408572

First Sunrise In India: શું તમે જાણો છો કે જ્યારે તમે રાત્રીના સમયે ઉંઘ પૂરી કરી રહ્યા હોવ છો ત્યારે તે સમયે ભારતના એક ગામમાં લોકો દિવસની શરૂઆત કરી રહ્યા હોય છે. પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં એક એવું ગામ છે કે જ્યાં સૌથી પહેલા સૂર્ય ઉગે છે.

ભારતના સૌથી પૂર્વી રાજ્ય હોવા સાથે સાથે અરુણાચલ પ્રદેશ મેરિડિયન લાઈનની ઘણુ નજીક છે. તેને લીધે અહીં આવેલ ડોંગ ગામ (Dong Village)માં સૌથી પહેલા સૂર્યોદય થાય છે.

ભારતનો પ્રથમ સૂર્યોદય
અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આવેલું ડોંગ ગામ ભારતમાં એવા કેટલાક સ્થળ પૈકી એક છે જ્યાં દેશમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે. આ સુંદર ગામને ઘણીવાર "ભારતનું પ્રથમ સૂર્યોદય સ્થળ" કહેવામાં આવે છે. સૂર્યોદય પ્રેમીઓ અહીં દૂર-દૂરથી આવે છે જેથી તેઓ પ્રકૃતિના આ અદ્ભુત નજારાને પોતાની આંખોથી જોઈ શકે.

અરુણાચલ પ્રદેશની ડોંગ વેલી
અરુણાચલ પ્રદેશની ગોદમાં આવેલી ડોંગ ખીણને ભારતના 'ઉગતા સૂર્યની ભૂમિ'તરીકે ઓળખવામાં આવે છે. દેશના પૂર્વીય છેડાની ખૂબ નજીક હોવાને કારણે, આ ખીણ ભારતમાં પ્રથમ વખત સૂર્યના કિરણોને જોવાની તક આપે છે. 1240 મીટરની ઉંચાઈ પર સ્થિત, આ ખીણમાં સૂર્યોદય જોવા માટે ઉત્સુક પ્રવાસીઓ ઘણીવાર રાત્રે 2 કે 3 વાગ્યે સૌથી ઊંચા શિખર પર પહોંચી જાય છે.

ગામમાં પ્રવેશ માટે વિશેષ પરવાનગી
ડોંગ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણી આદિવાસી જાતિઓ રહે છે, જેના કારણે આ વિસ્તારો પ્રતિબંધિત છે. ભારતના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશવા માટે ઇનર લાઇન પરમિટ (ILP) મેળવવી ફરજિયાત છે.આ પરમિટ અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને તેમાં કેટલીક ખાસ શરતો હોય છે.

ડોંગ વેલી કેવી રીતે પહોંચવું?
ડિબ્રુગઢ એરપોર્ટ એ ડોંગ ખીણની સૌથી નજીકનું એરપોર્ટ છે.અહીંથી તમે કેબ,ટેક્સી અથવા બસ દ્વારા ડોંગ વેલી પહોંચી શકો છો.આ મુસાફરીમાં લગભગ 6-7 કલાકનો સમય લાગે છે. જો તમે અન્ય ભારતીય રાજ્યોમાંથી આવી રહ્યા છો અને ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરો છો, તો તમે પહેલા ગુવાહાટી આવી શકો છો. ગુવાહાટીમાં થોડા દિવસો આરામ કર્યા પછી, તમે ન્યૂ તિનસુકિયા જંક્શન માટે બીજી ટ્રેન લઈ શકો છો. ન્યૂ તિનસુકિયાથી તમે નમસિયા અને પછી ડોંગ વેલી પહોંચી શકો છો.