Diwali Vacation: દિવાળીના વેકેશનમાં ગુજરાતના આ રાષ્ટ્રીય ઉદ્યાનની અચૂકપણે મુલાકાત લો, ઓનલાઈન બૂકિંગ કરવા સહિતની આ માહિતી જાણો

કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ પ્રદેશ અને ખાસ કરીને ભાવનગર જિલ્લાનું અમૂલ્ય દૃશ્ય છે. અહીંની જૈવવિવિધતા લોકો માટે અભ્યાસ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 14 Oct 2024 04:51 PM (IST)Updated: Mon 14 Oct 2024 04:51 PM (IST)
plan-to-visit-velavadar-blackbuck-national-park-in-bhavnagar-gujarat-on-diwali-vacation-2024-know-ticket-price-timings-and-more-412700

Velavadar Blackbug National Park: ભાવનગર સ્થિત સહાયક વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 16મી ઓક્ટોબર,2024થી રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિઝીટર્સ માટે ખોલવામાં આવશે.

તેમા તમામ વન્યજીવ પ્રેમીઓ અને મુલાકાતીઓ આ રાષ્ટ્રીય ઉદ્યાનની દિવાલીના વેકેશનમાં મુલાકાત લઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં કાળિયાર વન્યજીવ અભિયારણ એક અણમોલ દ્રશ્ય છે.

કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ પ્રદેશ અને ખાસ કરીને ભાવનગર જિલ્લાનું અમૂલ્ય દૃશ્ય છે. અહીંની જૈવવિવિધતા લોકો માટે અભ્યાસ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ફ્રી-રોમિંગ બ્લેક બક ઉપરાંત આ પ્રદેશ અને તેના વન્યજીવનને સંરક્ષણ અને જાહેર સમર્થન દ્વારા સારી રીતે સુરક્ષિત કરવામાં આવે છે. જ્યારે વરુ અને ખાદીમોર જેવા જંગલી પ્રાણીઓની સંખ્યા સમગ્ર ભારતમાં ઘટી રહી છે.

આ વિસ્તાર યાયાવર પક્ષીઓ માટેનું અભયારણ્ય છે,ખાસ કરીને ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી. હેરિયર કુળ (પટ્ટાઈઓ)ના પક્ષીઓના સાંપ્રદાયિક નિશાચર મૂળના કારણે આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે.

અન્ય આકર્ષણ “ખડમોર”
ઘોરાડ કુળના સૌથી નાના ખાનગી જીવન જીવતા “ખડમોર” (Lesser florican) ના નામ થી જ ખબર પડે કે “ખડ” એટલે કે ઘાસનું મોર જેવુ પક્ષી દેશમાં ખુબજ જુજ બચેલા આ પક્ષી ચોમાસામાં ગુજરાતના વિવિધ ઘાસવાળા ક્ષેત્રો અને ખાસ કરીને બ્લેકબક નેશનલ પાર્ક વેળાવદરમાં મહત્તમ જોવા મળે છે.

કયારેક વેળાવદર આસપાસના જુવારના ખેતરમાં પણ જોવા મળી જાય. છે. હજુ સુધી ખડમોરના માઈગ્રેશનની પેટર્ન અને સ્થળોની ચોક્કસ વિગતો પ્રાપ્ત નથી પણ તેના પર સંશોધન હાલ ચાલુ છે. નર ખડમોરનો ઘાસના મેદાનોમાં માદા ખડમોરને રીઝવવા માટે કરવામાં આવતો ડિસ્પલે ડાન્સ ખુબજ દર્શનીય હોય છે.

પ્રવાસીઓ માટે આવાસ
રાત્રી રોકાણ માટેનું બુકિંગ માત્ર ઈકો ટુરીઝમ ડેવલપમેન્ટ કમિટી, વેળાવદર હસ્તકની હોસ્ટેલમાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ રહેશે. નેશનલ પાર્કની મુલાકાત માટે બુકિંગ Girlion.gujarat.gov.in પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકાશે.

રહેવા માટે ઇડીસી સંચાલીત ડોરમેટરી, બ્લેકબક સફારી લોજ, ધ બ્લેકબક લોજ જેવી સફારી લોજ/રીસોર્ટ પણ ઉપલબ્ધ છે. સીધા નેશનલ પાર્કના રીસેપ્સન સેન્ટરથી રુબરુમાં પણ બુક થાય છે. સફારી માટે જીપ્સી બધાજ રીસોર્ટ પાસે તથા પાર્ક એન્ટ્રી ગેટ પરપણ ઉપલબ્ધ હોય છે. પ્રવાસી એ એન્ટ્રી ફી , ઉપરાંત ગાઇડ ચાર્જ તથા પ્રોફેશનલ કેમેરા ફી ભરવાની હોય છે.