Relationship Tips: શું પાર્ટનર પરાણે સબંધ સાચવી રહ્યા છે? તો આ સંકેત સમજો અને સમયસર સતર્ક થઈ જાવ

પાર્ટનર એકલા રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરી રહ્યા અથવા વાતચીતથી પીછેહટ કરી રહ્યા છે તો આ સંકેત છે કે તમારા પાર્ટનર કોઈ કારણસર ખુશ નથી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 01 Jul 2024 04:00 AM (IST)Updated: Mon 01 Jul 2024 04:00 AM (IST)
sign-for-healthy-relationship-tips-you-love-your-partner-355174

Relationship Tips: લગ્નના થોડા વર્ષ સુધી તો પતિ-પત્ની એકદમ મસ્ત રીતે રહે છે, પરંતુ જેમ-જેમ વર્ષો વિતતા જાય છે તેમ તેમ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગે છે. આ ઝઘડાને કારણે અથવા અન્ય કોઈ કારણે પતિ-પત્ની વચ્ચે અંતર વધવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમને તમારા પાર્ટનરમાં આ પાંચ સંકેતો દેખાય તો સમજી જાવ તમારા સંબંધ નબળા પડવા લાગ્યા છે. આ સંકેતો દર્શાવે છે કે તમારા પાર્ટનર તમારાથી ખુશ નથી. આ સંકેતોને ઓળખીને તમે તમારા સંબંધોને મજબૂત કરવા માટે કેટલાક વધુ સારા પગલાં ઉઠાવી શકો છો.

વાતચીતનો અભાવ
કોઈપણ રિલેશનશિપમાં વાતચીતનો અભાવ એ ખતરાની ઘંટડી સમાન છે. જો તમારા પાર્ટનર એકલા રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરી રહ્યા અથવા વાતચીતથી પીછેહટ કરી રહ્યા છે તો આ સંકેત છે કે તમારા પાર્ટનર કોઈ કારણસર ખુશ નથી. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો અને તેની ભાવનાઓને સમજો.

ઈમોશનલી દૂર રહેવું
ધ્યાન રાખો કે તમારા પાર્ટનર ઈમોશનલી દૂર તો નથી થઈ રહ્યા, કોઈપણ સંબંધમાં ઈમોશનલ મજબૂતીનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ જો તમને લાગે છે કે તમારા પાર્ટનર ઈમોશનલી તમારાથી અંતર જાળવી રહ્યા છે તો આ સંકેત છે કે તેઓ ખુશ નથી. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે તમારા ભાવનાત્મક સંબંધને મજબૂત કરો. એક સાથે સમય વિતાવો અને એકબીજાના જીવનમાં રસ લો.

રુટીનમાં ફેરફાર
જ્યારે તમે રિલેશનશિપમાં હોવ ત્યારે તમને તમારા પાર્ટનરની બધી આદતો ખબર પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમને તમારા પાર્ટનરની ડેઈલી રુટીન અથવા આદતોમાં ફેરફાર જોવા મળે છે તો આ સંકેત છે કે પાર્ટનર ખુશ નથી. મહત્વનું છે કે આવું દેખાય ત્યારે તરત જ તમારા પાર્ટનર સાથે વાત કરો અને આ ફેરફારોનું કારણ પૂછો.

ટેન્શન અને ગુસ્સો કરવો
જો તમારા પાર્ટનર નાની-નાની બાબતો પર ગુસ્સો કરવા કે ટેન્શન લેવા લાગે છે તો આ સંકેત છે કે તેઓ ખુશ નથી. આ બાબતે તેમની સાથે લડવાને બદલે પરિસ્થિતિને સમજો અને તેને ઠીક કરવા વિશે વિચારો. તમારા જીવનસાથી સાથે ટેન્શન અને ગુસ્સો કરવાનું કારણ જાણો.

ફ્યૂચર પ્લાનિંગ ન કરવું
જો તમારા પાર્ટનર તમારી સાથે ફ્યૂચરનું કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા તો તમારે સતર્ક થઈ જવું જોઈ. આ સંકેત છે કે તેઓ તમારી સાથે રિલેશનશિપમાં ખુશ નથી. આ વિશે જાણવા માટે ખુલીને ફ્ચૂચરનું પ્લાનિંગ કરો. એકબીજાની ઈચ્છાઓને સમજવાથી અને ભવિષ્ય વિશે એકસરખું વિચારવાથી સંબંધો મજબૂત થઈ શકે છે.