Parenting Tips: બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે આ ટિપ્સ અજમાવી જુઓ, ભવિષ્યમાં ક્યારેય પાછળ નહીં પડે

બાળપણથી જ બાળકોમાં આત્મવિશ્વાસ કેળવવામાં આવે, તો ભવિષ્યમાં તેમને ક્યારેય વધારે તકલીફ નહીં પડે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 29 Dec 2024 11:31 PM (IST)Updated: Sun 29 Dec 2024 11:31 PM (IST)
parents-try-these-tips-to-boost-confidence-in-kids-452533
HIGHLIGHTS
  • બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે પબ્લિક સ્પીકિંગની મહત્ત્વની ભૂમિકા

Parenting Tips: આજના યુગમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ હોવો આવશ્યક છે. જો બાળપણથી જ બાળકોમાં આત્મવિશ્વાસ કેળવવામાં આવે, તો ભવિષ્યમાં તેમને ક્યારેય વધારે તકલીફ નહીં પડે. આથી જ બાળકોમાં આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે. જેમાં પબ્લિક સ્પીકિંગ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે બાળક પોતાના વિચાર બીજા સમક્ષ રજૂ કરે, તો તેમનો આત્મવિશ્વાસ વધે છે. આ સાથે જ બાળકો પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરતા શીખે છે. આજે અમે આપને એવી કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે તમારા બાળકનો આત્મવિશ્વાસ વધારી શકો છે.

● બાળકોમાં આત્મવિશ્વાસ વધે, તો માટે તેમને વાર્તા સંભળાવવાની તક આપો, પછી તે સ્કૂલ હોય કે પરિવારના સભ્યો વચ્ચે હોય. આમ કરવાથી બાળકની બોલવાની ક્ષમતા તો સુધરશે. આ સાથે જ તેમની કલ્પના શક્તિ પણ વિકાસ પામશે. આવી રીતે બાળકો પોતાના વિચારો યોગ્ય રીતે વ્યક્ત કરતા શીખશે તો તેમનો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે.

● બાળકોને નાની-નાની સ્પીચ આપવા માટે તૈયાર કરો. બાળકોને તેમની પસંદગીની રમત, તેમના પ્રવાસનો અનુભવ કે પછી કોઈ ઘટના વિશે સ્પીચ આપવાનું કહો. જેનાથી તેઓ ધીમે-ધીમે ઑડિયન્સ સમક્ષ બોલાવામાં સહજતા અનુભવશે. આ સાથે જ તેઓ પોતાની વાતને સ્પષ્ટ અને અસરકારક રીતે રજૂ કરતા શીખી શકશે.જેથી તેમનો આત્મવિશ્વાસ વધશે.

● બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે ગ્રુપ ડિસ્કશન પણ સારો ઉપાય છે. ગ્રુપ ડિસ્કશન બાળકને પોતાના વિચાર શેર કરવા તેમજ બીજાની વાત સાંભળાવી તક આપે છે. આવું ગ્રુપ ડિસ્કશન તમે સ્કૂલ અથવા ઘરમાં પણ કરી શકો છે. જેના દ્વારા બાળક ટીમ વર્ક શીખે છે. આમ કરવાથી બાળક પોતાના વિચારો સહજતાથી લોકો સમક્ષ વ્યક્ત કરી શકે છે અને બીજાના વિચારોને સમજવાની ક્ષમતા કેળવી શકે છે. જેનાથી પણ બાળકનો આત્મવિશ્વાસ વધી શકે છે.

● રોલ પ્લે એક્ટિવિટી થકી પણ બાળકોનો આત્મવિશ્વાસ વધી શકે છે, કારણ કે તે બાળકોને અલગ-અલગ ભૂમિકામાં ઢળવાની તક આપે છે. આવી એક્ટિવિટી માત્ર બાળકની અભિનય ક્ષમતાને જ નથી નિખારતી, પરંતુ તેમને અલગ-અલગ પરિસ્થિતિઓમાં કેવી રીતે વર્તવું તેણ પણ શીખવાની તક આપે છે. અલગ-અલગ ભૂમિકા ભજવવાથી બાળકની કલ્પનાશક્તિ વિકસે છે અને તેઓ પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરતા શીખશે તો આપોઆપ બાળકનો આત્મવિશ્વાસ વધી શકે છે.

● ડિબેટ એટલે કે ચર્ચામાં ભાગ લેવાથી બાળકની તર્કશક્તિ અને વિચાર શક્તિનો વિકાસ થાય છે. આવી ડિબેટ સ્કૂલ લેવલે યોજી શકાય છે. જ્યાં બાળકો અલગ-અલગ વિષય પર પોતાના વિચારો રજૂ કરે છે અને વિરોધીઓ સાથે સવાલ-જવાબ કરે છે. આવી ડિબેટથી બાળક પબ્લિક સ્પીકિંગમાં નિપૂણ બનશે અને તેનો આત્મવિશ્વાસ પણ વધી જશે.