Parenting Tips: પરીક્ષા પૂરી થઈ, હવે બાળકોને ખુશ અને વ્યસ્ત રાખવા માટે ખૂબ જ કારગર આ ક્રિએટિવ ટિપ્સ એન્ડ ટ્રિક્સને ફૉલો કરો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 18 Mar 2024 05:00 AM (IST)Updated: Mon 18 Mar 2024 05:00 AM (IST)
parenting-tips-in-gujarati-how-to-keep-kids-busy-after-exam-300758

Parenting Tips: માર્ચ મહિનો પૂરો થતાં જ લગભગ તમામ બાળકોની પરીક્ષાઓ પૂરી થવા લાગે છે અને આ એક એવો સમય હોય છે જ્યારે બાળક સૌથી વધુ ફ્રી રહે છે. જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી આગળનો અભ્યાસ કે ક્લાસ હોતા નથી અને ન તો આગળનું ભણવાની ચિંતા હોય છે. બાળકો માટે આ સમય એક સારો બ્રેક હોય છે જ્યારે તેઓ તેમની રુચિ મુજબ સમય પસાર કરી શકે છે. કેટલાક કલાકો ટીવી જોવામાં વિતાવે છે જ્યારે કેટલાક આખો દિવસ રમતા જ રહે છે. માતા-પિતા હોવાથી તમારા પર એ વાતનો બોજ જરુર વધે છે કે બાળકોના આ ગોલ્ડન પીરિયડનો કેવી રીતે લાભ ઉઠાવવામાં આવે. એવું શું કરવું જેનાથી બાળકો આ સમયનો સદુપયોદ કરી શકે. તો ચાલો જાણીએ કે પરીક્ષા પૂરી થયા પછી બાળકોને કેવી રીતે વ્યસ્ત રાખવા.

બહાર રમવા માટે મોકલો
બાળકોને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરો. તેમને ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન અથવા બાસ્કેટબોલ જેવી વિવિધ ગેમો રમાડો. બોર્ડ ગેમ્સ, કેરમ અથવા લુડો જેવી કેટલીક રમતો ઘરની અંદર પણ રમી શકાય છે.

વિવિધ ભાષાઓ શીખવો
બાળકોને વિજ્ઞાન, ઈતિહાસ અથવા ભૂગોળ જેવા વિવિધ વિષયો વિશે વાંચવા માટે પ્રોત્સાહિત કરો. તેમને શૈક્ષણિક વીડિયો જોવા દો અથવા ઑનલાઇન ગેમ રમવા દો. બાળકોને વિવિધ ભાષાઓ શીખવા માટે પ્રોત્સાહિત કરો.

શોખને એક્સપ્લોર કરવાનું કહો
દરેક બાળકની કોઈને કોઈ હોબી જરુર હોય છે. કેટલાકને પેઈન્ટિંગ કરવાનો શોખ હોય છે, તો કેટલાકને ડાન્સિંગ. બાળકોની રુચિ અનુસાર, તેમને તેમના શોખને એક્સપ્લોર કરવા માટે પ્રોત્સાહિત કરો.

નવી સ્કિલ ડેવલપ કરો
ઘણી વખત એવું બને છે કે બાળકોને એ જ ખબર નથી હોતી કે તેઓ શેમાં બેસ્ટ પ્રદર્શન કરી શકે છે. તેથી રજાઓ દરમિયાન તેમને કેટલીક નવી સ્કિલને ડેવલપ કરતા શીખવો. આ માટે કોઈ સ્પેશિયલ ક્લાસમાં મોકલવા માંગતા હોવ તો તેમને મોકલો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.