Rath Yatra Wishes in Gujarati: આ મેસેજ શેર કરીને પ્રિયજનો-મિત્રોને આપો જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ

જો તમે પણ અષાઢી બીજના પાવન અવસરે તમારા પરિવારજનો-મિત્રોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શુભેચ્છાઓ મોકલવા માંગો છો, તો અમે અહીં તમારા માટે ખાસ પસંદગીના મેસેજ લાવ્યા છીએ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 24 Jun 2025 12:26 PM (IST)Updated: Tue 24 Jun 2025 04:51 PM (IST)
jagannath-rath-yatra-wishes-quotes-messages-shayari-images-status-in-gujarati-553730
HIGHLIGHTS
  • દર વર્ષે અષાઢી બીજના પાવન દિવસે, ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે.
  • આ વર્ષે 27 જૂનના રોજ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બિરાજી નગરભ્રમણ માટે નીકળશે.
  • જગન્નાથ રથયાત્રાના આ પવિત્ર અવસરે પ્રિયજનો-મિત્રોને શુભકામનાઓ મોકલવા માટે ખાસ મેસેજ શેર કરી શકાય છે.

Jagannath Rath Yatra Wishes in Gujarati: ઓડિશાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ધામોમાંનું એક છે, જ્યાં દર મહિને લાખો ભક્તો દર્શન માટે પહોંચે છે. અષાઢી બીજના પાવન દિવસે અહીંથી ભવ્ય જગન્નાથ રથયાત્રા નીકળે છે, જેમાં લાખો ભક્તો જોડાય છે.

તે જ પ્રમાણે ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન થાય છે. આ વર્ષે 27 જૂન, 2025ના રોજ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરભ્રમણ માટે રથમાં સવાર થઈને નીકળશે.

જો તમે તમારા પોતાના લોકો સાથે આ પાવન પ્રસંગની ખુશી વહેંચવા માંગો છો, તો અમે તમારી માટે લાવ્યા છીએ પસંદગીના શુભેચ્છા મેસેજ અને તસવીરો, જે તમે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સરળતાથી શેર કરી શકો છો.

રથયાત્રા શુભકામનાઓ | Rath Yatra Wishes in Gujarati

હે ભગવાન, જગન્નાથ પકડી લેજો ભક્તોના હાથ
કૃપા કરજો કે બધા ચાલે તમારી સાથે-સાથે
Happy Jagannath Rath Yatra !

ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા,
સમૃદ્ધિ અને ખુશીના શ્રેષ્ઠ રંગો લાવે
તમને અને તમારા પરિવારને
જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ!

ધર્મયુદ્ધ હોય કે કર્મયુદ્ધ, તમે બનો સારથી
હું બનીશ હંમેશા પાર્થ!!
ભગવાન જગન્નાથ પૂર્ણ કરે તમારી મનોકામના!
જગન્નાથ રથયાત્રા પર અભિનંદન!

જય જગન્નાથ જેમનું નામ છે
પુરી જેમનું ધામ છે
આવા ભગવાનને આપણા સૌનું પ્રણામ છે!
જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ!

રથના દોરડાને તો પકડશે અમારા આ બંને હાથ
અમારા જીવનના દોરડાને
પકડો ભગવાન જગન્નાથ!
રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ!

જેમની દ્રષ્ટિથી ત્રિભુવન રક્ષિત
તે જગતના સ્વામી, જગતના નાથ
ફેલાવીને આજે તેમના બંને હાથ
આવ્યા અપનાવવા આપણને સ્વંય જગન્નાથ!
જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ!

શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર રહિત
આ યાત્રાના પવિત્ર પુણ્યથી આપ સૌના જીવનમાં
સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, કીર્તિ અને આરોગ્યની સ્થાપના થાય.
જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ!

ધર્મની સુવાસ, સોનાનો હાર
દિલની આશાઓ અને પ્રિયજનોનો પ્રેમ,
મળે છે સૌને ભગવાન જગન્નાથના આશીર્વાદ
જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ!

જગન્નાથ રથયાત્રાના પવિત્ર તહેવાર પર
તમારા પર ભગવાન જગન્નાથ, બલભદ્ર
અને સુભદ્રા જીના કૃપા બની રહે.
રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ!

જગન્નાથજીની રથયાત્રાના પવિત્ર અવસરે,
તમને અને તમારા પરિવારને હૃદયપૂર્વક શુભેચ્છાઓ!
ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.
રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ!