Bed Tea Side Effects: ચા ભારતીયોની પહેલી પસંદ છે. ચા વિના વહેલી સવારની શરૂઆત અધૂરી લાગે છે. જો કે કેટલાક લોકો ઉઠતાની સાથે જ ચા પીવાનું પસંદ કરે છે. જો કે આ આદત બિલકુલ સારી નથી. બેડ ટી પીવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ચાલો જાણીએ આ વિશે…
બેડ ટી પીવાથી થઈ શકે છે આ નુકસાન
- બેડ ટી પીવાથી સૌથી વધારે અસર પાચનતંત્રને થાય છે. તેનાથી પાચન ક્રિયા નબળી પડે છે. ચા બનાવવામાં દૂધનો ઉપયોગ થાય છે. જેમાં લેક્ટોઝની માત્રા વધારે હોય છે. ખાલી પેટે દૂધ પીવાથી ગેસ અને કબજિયાતની ફરિયાદો વધી શકે છે.
- ચા તમારી ભૂખને મારી નાખે છે. જેમાં તમને લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. પરંતુ એક સમય બાદ તમને ભારે ભૂખ લાગે છે. જેનાથી તમારા વજન પર પણ અસર પડી શકે છે.
- ચામાં કેફીન હોય છે. જે કુદરતી રુપે ડાયુરેટિક હોય છે. અને તે શરીરમાંથી પાણી કાઢે છે. જેનાથી તમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
- સવારે ઉઠતાની સાથે ચા પીવાથી બેક્ટેરિયા આંતરડામાં જતા રહે છે. જેનાથી સ્વાસ્થ્યને ભારે નુકશાન થાય છે. લાંબા સમય સુધી આ જ પરિસ્થિતિ રહેતા આંતરડાઓમાં ઈન્ફેક્શન થઈ શકે છે.
- સવારે ઉઠતાની સાથે ચા પીવાથી બ્લડ શુગર વધી શકે છે. દાંતને પણ નુકસાન થઈ શકે છે.
- ચા પીવાથી મેટાબોલિઝમ ધીમું થઈ શકે છે. ચા પીવાથી કંઈ ખાવાથી મન નથી થતું. અને નાસ્તો ન લેવાથી મેટાબોલિક રેટ ઓછો થઈ શકે છે. અને આખો દિવસ તમને એનર્જીનો અભાવ લાગે છે.