How To Get A Flat Tummy In 7 Days: આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકોમાં વજન વધવાની સમસ્યા ઘણી જોવા મળે છે. ત્યારે વધેલા વજનને ઘટાડવું સૌથી મોટી સમસ્યા છે. વજન વધતા જ પેટ પર ચરબી જમા થઈ જાય છે. ખાન-પાનની ખોટી આદતો, ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવી, સ્ટ્રેસ, મેટાબોલિઝ્મનું કમજોર હોવું, હાર્મોનલમાં ચેન્જ્સ સહિત ઘણા કારણો છે, જે બેલી ફેટ માટે જવાબદાર છે.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, પેટ, કમર અને શરીરના નીચલા ભાગમાં જમા થયેલ ફેટનું મુખ્ય કારણ શરીરમાં એસ્ટ્રોજનની અધિકતા અને ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સ છે. તેને દૂર કરવા માટે શરીરમાં એસ્ટ્રોજનના લેવલને ઓછું કરવું અને ઇન્સ્યુલિન સેન્સેટિવિટીને સુધારવી ઘણી જરૂરી છે.
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ ચાટની મદદથી પેટની ચરબી ઘટાડી શકાય છે. ડાયટિશિયન મનપ્રીતે આ વિશે માહિતી આપી છે. મનપ્રીતે દિલ્હી યુનિવર્સિટીમાંથી ન્યુટ્રિશનમાં માસ્ટર્સ કર્યું છે. તે હોર્મોન અને ગટ હેલ્થ કોચ છે.
આ પણ વાંચો
પેટની ચરબી ઘટાડવા માટે દરરોજ ખાઓ આ ચાટ

- એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ ચાટ શક્કરિયા, કાળા ચણા, ધાણાની ચટણી, ડુંગળી, ટામેટા, કાકડી, કોળું અને સૂર્યમુખીના બીજને મિક્સ કરીને બનાવવામાં આવે છે.
- પેટની ચરબી ઘટાડવા માટે એસ્ટ્રોજનનું ડિટોક્સિ થવું અને ઇન્સ્યુલિન સેન્સેટિવિટી વધવી જરૂરી છે.
- તેના માટે આ ચાટમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી ફાયદાકારક છે.
- શક્કરિયામાં વિટામિન B6 મળી આવે છે. તે એસ્ટ્રોજન ડિટોક્સિફિકેશનના કામ આવે છે. આ સાથે જ તેમાં ડાયેટરી ફાઈબર પણ ભરપૂરમાં મળી આવે છે, જે ડાયઝેશન માટે ફાયદાકારક છે.
- કાળા ચણામાં પ્રોટીન હોય છે. તેના સેવનથી પેટ ભરેલું રહે છે અને તે બ્લડ શુગર લેવલને મેનેજ કરવામાં મદદ કરે છે.
- ધાણામાં મળી આવતા એન્ટી-ઓક્સીડેન્ટ્સ, સેલ્સ ડેમેજને ઘટાડે છે.
- ટામેટામાં લાઇકોપીન હોય છે, જે ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે.
- કોળાના બીજમાં ઝિંક મળી આવે છે. આ મેટાબોલિઝમ માટે સારું છે.
- સૂર્યમુખીના બીજમાં સેલેનિયમ હોય છે, જે ઇન્સ્યુલિન સેન્સેટિવિટીમાં સુધારો કરે છે અને મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે.
- કાકડી શરીરને હાઇડ્રેટેડ રાખવા અને ડિટોક્સ કરવામાં કામ આવે છે.
પેટની ચરબી ઘટાડવા માટે શક્કરિયા અને કાળા ચણાનો ચાટ

સામગ્રી
- 50 ગ્રામ શક્કરીયા
- 30 ગ્રામ કાળા ચણા
- 20 ગ્રામ ટામેટા
- 1 ચમચી કોળાના બીજ
- 20 ગ્રામ કાકડી
- 1 ચમચી સૂર્યમુખીના બીજ
- 20 ગ્રામ ડુંગળી
- 1 ચમચી કોથમીર ચટની
રીત
શક્કરીયા અને કાળા ચણાને બાફીને એક બાઉલમાં કાઢી લો. તેમાં બધી વસ્તુઓ મિક્સ કરીને સારી રીતે હલાવો. તમારી હેલ્ધી ચાટ તૈયાર છે.
Image Credit: Freepik
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.