Low BP Symptoms in Gujarati: ઘણી વખત લોકો લો બીપી (Low BP) એટલે કે હાઈપોટેન્શનને અવગણતા હોય છે, પરંતુ તે જોખમી છે. લો બીપીના લક્ષણો જલ્દી દેખાતા નથી, જેના કારણે તેને શરૂઆતમાં ઓળખવું મુશ્કેલ હોય છે. સ્વસ્થ પુખ્ત વયના લોકોમાં બીપી લેવલ 120/80 mmHg અથવા તેની આસપાસ હોવું જોઈએ. બીપી 90/60 mmHg કરતા ઓછું હોય તો તેને લો બીપી માનવામાં આવે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો લો બીપી (Low BP)ના લક્ષણો, કારણો અને તેને કંટ્રોલ કરવાની રીત. અમે બીએમ બિરલા હાર્ટ રિસર્ચ સેન્ટરના સિનિયર ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ધીમન કાહલી સાથે વાત કરી.
લો બીપીના કારણો (Low BP Causes in Gujarati)

- અનહેલ્ધી લાઈફસ્ટાઈલ
- શરીરમાં પાણીની ઉણપ થવી
- ગંભીર ઈજા અથવા સર્જરી
- અતિશય તણાવ
- લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું
- કેટલીક મેડિકલ કંડીશન્સ
લો બીપીના લક્ષણો (Low BP Symptoms in Gujarati)

- ખૂબ જ નબળાઈ કે થાક અનુભવવો
- ચક્કર
- હાથ-પગ ઠંડા થવા
- ઝાંખી દ્રષ્ટિ થવી
- મૂર્છિત થઈ જવું
ખતરનાક હોય છે લો બીપી (Low BP)
જો કોઈ વ્યક્તિનું બીપી (BP) લાંબા સમય સુધી સામાન્ય લેવલથી નીચે રહેવા લાગે તો તે વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે. લો બીપી (Low BP) એ હાઈ બીપી(High BP) જેટલું જ ખતરનાક હોય છે. બીપી ઓછું હોવાની સ્થિતિ પર શરીરના અંગો સુધી લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. આવી સ્થિતિમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
આ રીતે કરો મેનેજ
બીપી (BP)ને યોગ્ય રીતે કંટ્રોલ કરવામાં ડાયટ અને લાઈફસ્ટાઈલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- જો તમારું બીપી (BP) ઓછું રહે છે, તો ખોરાકમાં સોડિયમની માત્રા વધારો.
- મોસમી ફળો અને શાકભાજી ખાઓ.
- શરીરને હાઇડ્રેટેડ રાખો. દિવસમાં ઓછામાં ઓછું 7-8 ગ્લાસ પાણી પીવો.
- ડાયટમાં કેફીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. આનાથી તરત જ બીપી વધે છે. (જો કે, અતિશય કેફીન હાનિકારક છે)
- મોટે ભાગે લો બીપી રહેતું હોય, તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
Image Credit- Freepik