Papaya Benefits For Kidney Patients: કિડનીની બીમારીથી પીડાતા લોકોએ ખાનપાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બીમારી દરમિયાન એવા ફૂડ્સનું સેવન કરવું જોઈએ, જેનાથી કિડનીને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. સામાન્ય રીતે મોટાભાગની કિડની સંબંધિત બીમારીઓ ખાનપાનની ખરાબ આદતો અને ખોટી જીવનશૈલીના કારણે ઊભી થાય છે. ડૉક્ટર પણ કિડની સંબંધિત બિમારીથી પીડાતા લોકોને પોટેશિયમ યુક્ત ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે. કિડનીના દર્દીઓને ફળ અને શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ફળ અને શાકભાજીનું સેવન કરવાથી તમારી કિડનીને ઘણા ફાયદા મળે છે. કિડની શરીરમાં રહેલ ટૉક્સિન પદાર્થોને ફિલ્ટર કરવામાં મદદ કરે છે. કિડની બીમારીમાં કે કિડનીને હેલ્ધી રાખવા માટે પપૈયાનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, કિડનીની બીમારીમાં પપૈયાના ફાયદા.
કિડનીના દર્દીઓ માટે પપૈયુ ખાવાના ફાયદા
કિડનીના દર્દીઓને પપૈયુ ખાવાથી ઘણા ફાયદા મળે છે. પપૈયામાં રહેલ ગુણ કિડનીને હેલ્ધી રાખવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કે હાઈ બ્લડ શુગરની સમસ્યામાં ફાયદાકારક ગણાય છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની સમસ્યા હોય તો, તેના કારણે કિડની ખરાબ થવાનો ખતરો વધી જાય છે. આ સિવાય જે લોકોને ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ કે હાઈપરટેન્શનના દર્દી હોય તેમને આ ખતરો વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં કિડની ફેલિયરના કેસ વધારે જોવા મળે છે. એવામાં આ આ બધી બિમારીઓના લોકો માટે પપૈયુ ખૂબજ ફાયદાકારક ગણાય છે. તેનું સેવન કરવાથી કિડની સાથે સંકળાયેલ બીમારીઓનું જોખમ વધી જાય છે.
પપૈયામાં રહેલ પોટેશિયમની માત્રા કિડનીમાં રહેલ વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય પપૈયુ ખાવાથી બ્લડમાં યૂરિક એસિડની માત્રા બહુ ઝડપથી નથી વધતી. ઘણાં સંશોધનો અને અધ્યયનમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, પપૈયાનાં બીજ પણ કિડની માટે પણ બહુ ફાયદાકારક ગણાય છે. આ સિવાય પપૈયામાં નેફ્રોપ્રોટેક્ટિવ ફાઈટોકેમિકલ્સ હોય છે, જે કિડની ફેલિયર અને કિડની ડેમેજથી બચાવવામાં પણ મદદ કરે છે.
કિડનીના દર્દીએ કેવી રીતે કરવું પપૈયાનું સેવન?
કિડનીના દર્દીઓ માટે પપૈયુ અને પપૈયાંનાં બીજ ખૂબજ ફાયદાકારક ગણાય છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. સવારે નાસ્તા સમયે, બપોરના લંચમાં કે સાંજના સમયે પપૈયાનું સેવન કરી શકાય છે. પપૈયાનો શેક બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. તેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે.
કિડની સાથે સંકળાયેલ બીમારીમાં કોઈપણ જાતની બેદરકારી કરવામાં આવે તો સમસ્યા બહુ વધી શકે છે. કિડનીને હેલ્ધી રાખવા માટે તમારે ખાનપાન અને જીવશૈલીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે પણ કિડનીના દર્દી હોવ તો, પપૈયુ ખાતાં પહેલાં કેટલા પપૈયાનું સેવન કરવું જોઈએ અને તેનાથી શું ફાયદા અને નુકસાન થશે એ વિશે ડૉક્ટર સાથે ચોક્કસથી વાત કરી લેવી જોઈએ.