Homemade Digestive Tonic: આપણા રસોડામાં હાજર ઘણી વસ્તુઓ ઔષધીય ગુણધર્મોનો ખજાનો છે. આ વસ્તુઓ સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે. પાચન સુધારવું હોય, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવી હોય કે પછી બ્લડ પ્રેશર અને સુગર લેવલ કંટ્રોલ કરવામાં આપણા રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ દવાનું કામ કરે છે.
આદુ, લીંબુ અને સિંધવ મીઠું. આ ત્રણ વસ્તુઓ પણ આયુર્વેદિક ઔષધી તરીકે કામ કરે છે. જ્યારે ત્રણેયને એક સાથે લેવામાં આવે, ત્યારે તે હેલ્થ ટૉનિક તરીકે કામ કરે છે. ખાસ કરીને પાચન સુધારવા માટે તે રામબાણથી કમ નથી.
શું તમે જાણો છો કે, જમવાના 15 મિનિટ પહેલા આદુ, લીંબુનો રસ અને સિંધવ મીઠું ખાવાથી શું થાય? તો ચાલો આ સંદર્ભે ડાયેટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ નંદિની પાસેથી વિસ્તૃત જવાબ જાણીએ…
જમવાના 15 મિનિટ પહેલા આદુ, લીંબુનો રસ અને સિંધવ મીઠું ખાવાથી શું થાય
- આદુ, મીઠું અને સિંધવ મીઠું 15 મિનિટ પહેલા લેવાથી ભૂખ વધે છે અને ડાઈજેસ્ટિવ એન્જાઈમ એક્ટિવ થાય છે. જેના પરિણામે પાચન સુધરે છે.
- આદુમાં રહેલ જિંજરોલ લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પાચનમાં સુધારો કરે છે. સિંધવ મીઠું પાચન રસને પણ ઉત્તેજિત કરે છે, જે ખોરાકના યોગ્ય પાચનમાં મદદ કરે છે.
- જો તમે જમ્યાના 15 મિનિટ પહેલા આદુ, લીંબુનો રસ અને સિંધવ મીઠું લો છો, તો તે ખાધા પછી એસિડિટી અને બ્લોટિંગ નહીં થાય અને પેટમાં ગેસ પણ નહીં બને.
- જમ્યાના 15 મિનિટ પહેલાં આ મિશ્રણનું સેવન કરવાથી શરીર ડિટોક્સિફાઇ થાય છે. ફેટી લીવરની સમસ્યા ઓછી થાય છે અને લીવર સ્વસ્થ બને છે.
- આ રેસિપી એવા લોકો માટે રામબાણ છે, જેમને જમ્યા બાદ પેટ ભારે લાગતું હોય.
- ભોજન પહેલાં 15 મિનિટ પહેલાં તેને લેવાથી મેટાબૉલિઝમ સુધરે છે. આ સાથે જ ફેટ બર્નિંગ પ્રોસેસ પણ ઝડપીબને છે. તમે ઑવ ઈટિંગથી પણ બચો છો. જેના પરિણામે તમારું વજન પણ વધતુ અટકે છે.
- આ મિશ્રણને ખાવાથી શરીરમાં રહેલ ન્યૂટ્રિએન્ટ્સ સારી રીતે ઓબ્ઝર્વ કરી શકે છે. જેને નિયમિત લેવાથી ઈમ્યુનિટી પણ મજબૂત બને છે.
- આ માટે તમારે આદુનો 1 ઈંચ ટુકડો છીણીને તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને ચપટી સિંધવ મીઠું નાંખીને જમવાના 15 મિનિટ પહેલા પી લેવું જોઈએ.