Health Tips - Pineapple Benefits: પાઈનેપલ જેને ગુજરાતીમાં અનાનસ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં વિટામિન C પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને ચેપથી બચાવે છે. આ ઉપરાંત પાઈનેલપલમાં બ્રોમેલિન નામનું એન્જાઈમ હોય છે. જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે અને પાચન તંત્ર સુધારે છે. પાઈનેપલ પેટની સમસ્યાઓ જેવી કે ગેસ્ટ્રાઈટિસ અને અપચાને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. અનેક પોષક તત્વોથી ભરપુર પાઈનેપલને તમારી ડાયટમાં સામેલ કરવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે, તો ચાલો જાણીએ…
ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદરૂપ
પાઈનેપલ વિટામિન Cથી ભરપુર હોય છે. જે મુખ્ય એન્ટી ઑક્સિડેન્ટ છે. વિટામિન-C શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને સંક્રમણ અને બીમારીઓથી લડવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવામાં રાહત
પાઈનેપલમાં બ્રોમેલિન નામનું એન્જાઈમ હોય છે. જે શરીરમાં સોજા અને દુ:ખાવો ઓછો કરવામાં મદદ કરે છે. જે સંધિવા તેમજ અન્ય સોજા સબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
હાડકા મજબૂત બનાવે
પાઈનેપલમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાંને મજબૂત કરવા સાથે માંસપેશિઓના દર્દમાં પણ રાહત આપે છે. એવામાં હાડકાથી થતી બીમારી દૂર કરવા માટે પાઈનેપલને તમારી ડાયટમાં સામેલ કરવું ફાયદેમંદ છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
વજન મેઈન્ટેઈન કરવા માટે પાઈનેપલ બેસ્ટ ઑપ્શન છે. જેમાં ફાઈબર અને પાણીનું સારૂં પ્રમાણ રહેલું હોય છે. જેના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને ભૂખ કંટ્રોલમાં રહે છે. જેથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
હાર્ટને હેલ્ધી રાખે
પાઈનેપલમાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે. જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો ટળે છે.
સ્કિન માટે લાભદાયી
પાઈનેપલમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન-C હોય છે. જે સ્કિનને નેચરલ ગ્લો આપવાની સાથે કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે. પાઈનેપલમાં રહેલ બીટા કેરોટીન સ્કિનમાં થતાં ડેમેજને પણ ઘટાડવામાં મદદ કરે છે.