સફરજનનું સેવન અનેક સમસ્યાઓમાં ફાયદેમંદ મનાય છે. જો કે કેટલીક સમસ્યામાં સફરજન ખાવાથી નુકસાન પણ થઈ શકે છે.
જો કોઈને પેટની સમસ્યા હોય, તો તેમણે સફરજનનું સેવન ઓછું કરવું જોઈએ.વધારે પડતા સફરજનનું સેવન પાચન તંત્ર બગાડી શકે છે.
જો કોઈ વ્યક્તિ દૂબળો-પાતળો હોય, તો તેણે પણ સફરજનનું સેવન ના કરવું જોઈએ. સફરજનનું સેવન વજન ઘટાડે છે. આથી દુબળા લોકો સફરજન ના ખાય તો વધારે સારું.
જો તમે ડાયાબિટીશના દર્દી હોવ, તો તમારે સફરજનનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ, કારણ કે સફરજનમાં નેચરલ સુગર હોય છે, જે તમારું સુગર લેવલ વધારી શકે છે.
જે લોકોને દાંતની સમસ્યા હોય, તેમણે પણ સફરજનનું બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ. વધારે પડતા સફરજન ખાવાથી દાંતની સમસ્યા વધી શકે છે.
જો કોઈ વ્યક્તિને સ્કિન એલર્જી સબંધિત સમસ્યા હોય, તો તેમણે પણ સફરજનનું સેવન ટાળવું જોઈએ. ઘણાં લોકોને સફરજન ખાવાથી ચહેરા પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ થઈ શકે છે.
સફરજનનું વધુ પડતું સેવન નુક્સાનદાયક હોય છે, પરંતુ રોજ એક સફરજન ખાવ તો કોઈ નુક્સાન નથી થતું. સફરજનનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ.