Blood Sugar: ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગરમાં વધારો ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. રસોડામાં રહેલા કેટલાક મસાલાના સેવનથી બ્લડ શુગર લેવલને ઝડપથી કંટ્રોલ કરી શકાય છે. મેથીના દાણા અને તજ બે એવા મસાલા છે જે બ્લડ સુગર ઘટાડવાની સાથે ઘણા મોટા ફાયદા પણ આપે છે. જો તમે તમારી જાતને સ્વસ્થ રાખવા માંગો છો, તો તજ અને મેથીના દાણાનું નિયમિતરૂપે સેવન કરો. ત્યારે જાણો આ મસાલા ખાવાના ફાયદા અને તેને ખાવાની રીતો.
મેથીના દાણાના ફાયદા
- મેથીના દાણા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારીને શરીરના કોષોને ગ્લુકોઝને વધુ સારી રીતે શોષવામાં મદદ કરીને કામ કરે છે.
- મેથીના દાણા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે.
- મેથીના દાણા વજન ઘટાડવાની સાથે પાચન સુધારે છે અને ભૂખ ઘટાડે છે.
- મેથીના દાણા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કબજિયાત, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
- મેથીના દાણા ઝાડાને રોકવામાં પણ મદદ કરી શકે છે.
આ રીતે કરો મેથીના દાણાનું સેવન: દરરોજ સવારે ખાલી પેટ એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. મેથીના દાણાને શાક કે દાળમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે.
આ પણ વાંચો - Fennel Water Benefits: વજન ઘટાડવાની સાથે સ્ટ્રેસ ઓછું કરશે વરિયાળીનું પાણી, આ રીતે બનાવીને કરો તેનું સેવન
તજના ફાયદા
- તજ બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. તે ઇન્સ્યુલિનની અસર વધારીને શરીરના કોષોને ગ્લુકોઝને વધુ સારી રીતે શોષવામાં મદદ કરીને કામ કરે છે.
- તજ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
- તજ મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે યાદશક્તિ વધારવામાં અને મગજની કામગીરીમાં સુધારો કરવામાં મદદ કરે છે
- તજમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે સોજો ઘટાડવામાં મદદ કરે છે.
- તજમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે.
આ રીતે કરો તજનું સેવન: તજને ભોજનમાં મસાલા તરીકે વાપરવા ઉપરાંત, તેને ચા, કોફી અથવા દહીંમાં પણ મિક્સ કરી શકાય છે.