આંખોમાં સોજો આવવો એ સામાન્ય વાત છે. આંખોમાં સોજો ઘણા કારણોથી આવી શકે છે. કેટલીક વખત આપણે આખી રાત જાગતા રહીએ છીએ અને પૂરતી ઊંઘ થતી નથી જે સોજાના રૂપે આંખોમાં ઊભરાઇ આવે છે. આ ઉપરાંત આંખો પર વધારે પડતું જોર પડે કે કંઈક વાગ્યું હોય તો પણ સોજો આવી શકે છે. જો તમારી પણ આંખોમાં સોજો આવી જાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક એવા ઘરેલું ઉપાય વિશે જણાવીશું. જે ફટાકથી આંખોના સોજાને ગાયબ કરી નાખશે. ચાલો જાણીએ આ વિશે..
કાકડી
કાકડીની મદદથી તમે તમારી આંખોની નીચેનો સોજો થોડી જ મિનિટોમાં દૂર કરી શકો છો. આ માટે તમારે કંઈ નવું કરવાની જરૂર નથી. તમારે દરરોજ સવારે તમારી આંખો પર કાકડીનો ટુકડો રાખવો પડશે. તે તમારી આંખોની સમસ્યાને પણ દૂર કરશે અને સાથે જ તેનાથી આંખોની નીચેનો સોજો પણ ઓછો થઈ જશે.
ટી બેગ
ટી બેગની મદદથી તમે તમારી આંખોની નીચેના સોજાથી છૂટકારો મેળવી શકો છો. ટી બેગમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેની મદદથી તમારી આંખોની નીચેનો સોજો પણ દૂર થઈ જશે અને ટી બેગ તમને ડાર્ક સર્કલથી પણ છુટકારો અપાવશે.
ગુલાબજળ
તમે તમારી આંખોની નીચેના સોજાને હટાવવા માટે ગુલાબજળની મદદ લઈ શકો છો. ગુલાબજળની મદદથી તમારી આંખો પરનો સોજો મિનિટોમાં જ દૂર થઈ જશે. દરરોજ ગુલાબજળનો ઉપયોગ કરો. તેની મદદથી તમારી આંખોને ઘણી ઠંડક મળશે. આ ઘરગથ્થુ સામાનની મદદથી તમે તમારી આંખોની નીચેના સોજાને દૂર કરી શકો છો.
નોંધ: ત્વચા પર કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં. આ સાથે જ તમારે સ્કિન એક્સપર્ટની પણ સલાહ લેવી જોઈએ.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.