બાબા રામદેવે જણાવ્યો શરદી-ખાંસી અને ગળાના દુખાવા માટે ઘરેલું ઉપાય

ચમાસામાં ઘણા લોકો શરદી, ખાસી અને ગળાના દુખાવાથી પરેશાન હોય છે. ત્યારે યોગગુરુ બાબા રામદેવે એક ઘરેલુ ઉપાય જણાવ્યો છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Thu 28 Aug 2025 07:15 PM (IST)Updated: Thu 28 Aug 2025 07:15 PM (IST)
baba-ramdev-reveals-home-remedies-for-cold-cough-and-sore-throat-593296

Home Remedies for Cough by Swami Ramdev: ચમાસામાં ઘણા લોકો શરદી, ખાસી અને ગળાના દુખાવાથી પરેશાન હોય છે. ત્યારે યોગગુરુ બાબા રામદેવે એક ઘરેલુ ઉપાય જણાવ્યો છે. જેનાથી આ સમસ્યાથી રાહત મેળવી કાશે. તમારા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને એક કારગર ઉકાળો બનાવી શકાય છે.

સામગ્રી:

  • તુલસી: શ્યામા તુલસી અથવા રામા તુલસી.
  • આદુ: નાના ટુકડા કરેલું.
  • કાળી મરી: એક કે બે દાણા.
  • લવિંગ: એક કે બે દાણા.
  • મધ: એક ચમચી

બનાવવાની રીત:

  • 1). એક વાસણમાં પાણી લો.
  • 2). તેમાં આદુના નાના ટુકડા અને તુલસીના પાન ઉમેરો.
  • 3). આ મિશ્રણમાં એક-બે કાળી મરી અને એક-બે લવિંગ પણ ઉમેરો.
  • 4). આ બધી સામગ્રીને પાણીમાં નાખીને બરાબર ઉકાળી લો જેથી એક મજબૂત ઉકાળો તૈયાર થાય.

ઉપયોગ અને ફાયદા:

  • આ ઉકાળો શરદી, ખાંસી અને ગળાના દુખાવા માટે ખૂબ જ અસરકારક છે.
  • જ્યારે ઉકાળો તૈયાર થઈ જાય, ત્યારે તેને ગાળીને ઠંડો થવા દો અને પીતી વખતે તેમાં થોડું શુદ્ધ મધ ભેળવીને પી લો.
  • આ પીવાથી ગળું એકદમ ખુલી જાય છે અને અંદરથી પૂરી રીતે સાફ થઈ જાય છે.
  • તુલસી, આદુ, લવિંગ અને કાળી મરીનો આ ઉકાળો તમારા ગળાને એકદમ સ્વચ્છ રાખે છે.