Drumstick Sabji Recipe: આરોગ્યની દ્રષ્ટીએ સરગવો ઘણો પોષ્ટિક છે. મોટાભાગના ઘરોમાં સરગવાની કઢી બનતી હોય છે. પંરતુ આજે ગુજરાતી જાગરણ તમને સરગવાનું શાક કેવી રીતે બનાવવું તે જણાવશે. તો નોંધી લો સરગવાના શાકની રેસિપી. સૌરાષ્ટ્રમાં સરગવાનું શાક મોટા પ્રમાણમાં ખવાય છે.
સરગવાનું શાક બનાવવાની સામગ્રી
- સરગવો પાંચ શીંગ
- ચણાનો લોટ
- તેલ
- શીંગદાણાનો ભૂકો
- તલનો ભૂકો
- વરિયાળી
- લાલ મરચું પાવડર
- મીઠું
- ગોળ
- રાઈ
- જીરું
- આદુ-લસણ-મરચાની પેસ્ટ
- ટમેટા
- કોથમરી
સરગવાનું શાક બનાવવાની રીત
- સરગવાની પાંચ શીંગ લો. તેની શાલ ઉતારી એક સરખા ટૂકડા કરી લો.
- હવે કૂકરમાં બધી શીંગ, પાણી અને મીઠું ઉમેરી બાફી લો.
- હવે કઢાઈમાં એક ચમચી તેલ ઉમેરો. તેમા બે ચમચી ચણાનો લોટ ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- લોટ ઠંડો થયા બાદ એક વાસણમાં લઈ લો તેમા બે ચમચી શીંગદાણાનો ભૂકો, એક ચમચી તલનો ભૂકો, એક ચમચી વરિયાળી, 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, અડધી ચમચી ગરમ ગરમ મસાલો, થોડું મીઠું, ગોળ, કોથમરી નાખો. બધો મસાલો બરાબર મિક્સ કરી લો.
- હવે શાક બનાવવા માટે કઢાઈમાં તેલ લો. તેમા રાઈ, જીરું , આદુ-લસણ અને મરચાની પેસ્ટ ઉમેરો, હવે ટમેટા સમારી ઉમેરો. ટમેટા સોફ્ટ થાઈ ત્યાં સુધી સાતળો. હવે રેડી કરેલો મસાલો ઉમેરો. બે મિનિટ પાકવા દો.
- હવે પાણી અને બાફેલા સરગવાને ઉમેરો અને મિક્સ કરો. બે મિનિટ પાકવા દો. હવે તેમા કોથમરી ઉમેરો.
- તૈયાર છે તમારું સરગવાનું શાક.