Bhinda Nu Shaak Recipe: પાણી વગર તેલમાં સરળ રીતે બનાવો ભીંડાનું શાક, આ રહી રેસિપી

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 25 Jan 2024 04:58 PM (IST)Updated: Thu 25 Jan 2024 04:59 PM (IST)
okra-sabzi-recipe-gujarati-bhinda-nu-shaak-recipe-272283

Gujarati Bhinda Nu Shaak Recipe: નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધી ભીંડાનું શાક બધા લોકોને પસંદ હોય છે. એક રોટલી ખાતું બાળક ભીંડાનુશાક હોય ત્યારે બેથી ત્રણ રોટલી ખાઈ જાય છે.

ભીંડાના શાકમાં પાણી ભળી જાય એટલે તે ચીકણું બની જાય છે. આજે અમે તમને પાણીના ઉપયોગ વગર તેલમાં ભીંડાનું મસ્ત શાક કેવી રીતે બનાવવું તે અહીં જણાવીશું.

ભીંડાનું શાક બનાવવાની સામગ્રી

  • ભીંડો
  • હળદર
  • લાલ મરચું
  • ધાણાજીરું પાવડર
  • તેલ
  • રાઈ
  • લસણ
  • હીંગ

ભીંડાનું શાક બનાવવાની રીત

  • સૌથી પહેલા ભીંડો ધોઈ, કપડાથી લૂછી અને કાપી લો.
  • હવે એક કઢાઈમાં નોરમલ શાકના તેલ કરતા ડબલ તેલ લો. પછી તેમા રાઈ, જીરું, હીંગ, લસણ ઉમેરી બરાબર સાતળો.
  • પછી તેમા ભીંડો ઉમેરો.
  • હવે તેમા હળદર, મીઠું, લાલ મરચું ઉમેરો.
  • પછી તેના પર થાળી ઢાંકી દો અને આ થાળી ઉપર પાણી ઉમેરો.
  • હવે ધીમા ગેસે ભીંડાને પાકવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  • ભીંડો બરાબર ચડી ગયા પછી તેમા થોડું ધાણાજીરું ઉમેરી ગેસ બંધ કરી દો.
  • હવે તૈયાર છે તમારું પાણી વગરનું ભીંડાનું શાક. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)