ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક : જે લોકોએ ઢાબામાં સેવ ટામેટાનું શાક ખાધું હશે તેઓને તેનો સ્વાદ હંમેશા યાદ હશે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Sun, 31 Aug 2025 12:26 PM (IST)Updated: Sun, 31 Aug 2025 12:26 PM (IST)
dhaba-style-sev-tameta-sabji-kathiyawadi-sev-tameta-recipe

Dhaba Style Sev Tameta Sabji | Sev Tameta Nu Shaak | ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક : જે લોકોએ ઢાબામાં સેવ ટામેટાનું શાક ખાધું હશે તેઓને તેનો સ્વાદ હંમેશા યાદ હશે. ઢાબા સ્ટાઈલ સેવ ટામેટાનું શાક ઘણીવાર ઘરે બનાવવું અઘરું લાગે છે. પરંતુ અહીં ગુજરાતી જાગરણ તમને જણાવશે કે ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક ઘરે કેવી રીતે બનાવવું. આ રેસીપી તમને એકદમ સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવવામાં મદદ કરશે.

ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી: Sev Tameta recipe ingredients

  • દેશી ટમેટા: 5 નંગ (નાના ટુકડામાં સમારેલા)
  • ટમેટાની પ્યુરી: 4 મીડિયમ સાઈઝના ટમેટાની
  • તેલ: જરૂર મુજબ
  • રાઈ: ½ ચમચી
  • જીરું: ½ ચમચી
  • હિંગ: ચપટી
  • મીઠા લીમડાના પાન: 6-7 (બારીક સમારેલા)
  • છીણેલું આદુ: 1 ચમચી
  • લાલ મરચું પાવડર: 1 મોટી ચમચી
  • હળદર: ½ ચમચી
  • ધાણાજીરું: 1 ચમચી
  • મીઠું: સ્વાદ પ્રમાણે (ફક્ત ટમેટા પૂરતું, કારણ કે સેવમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે)
  • લસણવાળી ચટણી: 1 ચમચી (તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો, જો લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો)
  • પાણી: જરૂર મુજબ
  • આલુ સેવ: સરખા પ્રમાણમાં
  • બેસન સેવ (જાડી સેવ): સરખા પ્રમાણમાં
  • ગરમ મસાલો: છેલ્લે ઉમેરવા માટે (ઘરે બનાવેલો હોય તો વધુ સારું)

ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટમેટા નું શાક બનાવની રીત | Gujarati Sev tameta nu shak | Sev Tameta Nu Shaak Banavani Rit

  • 1). શરૂઆત: ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો.
  • 2). વઘાર: તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરો. રાઈ-જીરું એકદમ સરસ ફૂટી જાય એટલે હિંગ ઉમેરો.
  • 3). આદુ-લીમડો: સાથે 6 થી 7 બારીક સમારેલા મીઠા લીમડાના પાન અને 1 ચમચી છીણેલું આદુ ઉમેરી, બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી સાંતળી લો.
  • 4). ટમેટા ઉમેરવા: કડાઈમાં સમારેલા પાંચ નંગ દેશી ટમેટા ઉમેરી દો.
  • 5). મસાલા: હવે મસાલો કરો. તેમાં એક મોટી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. મીઠાનું પ્રમાણ ટમેટા પૂરતું જ રાખવાનું ધ્યાન રાખવું, કારણ કે સેવમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે. બધું બરાબર મિક્સ કરો.
  • 6). લસણવાળી ચટણી: એક ચમચી લસણવાળી ચટણી ઉમેરો. તમે લાલ મરચું અને લસણવાળી ચટણીનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો.
  • 7). ટમેટાની પ્યુરી: જ્યારે ટમેટા થોડા સોફ્ટ થઈ જાય, ત્યારે ચાર મીડિયમ સાઈઝના ટમેટાની પ્યુરી ઉમેરી દો. પ્યુરી ઉમેર્યા પછી પણ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લો.
  • 8.) પકાવવું: ટમેટા અને ટમેટાની પ્યુરી એકદમ પરફેક્ટ સંતળાઈ જાય ત્યાં સુધી પકાવો. આ માટે કડાઈ પર થોડીવાર ઢાંકણ ઢાંકી દો, જેથી તે સારી રીતે સંતળાઈ જાય અને સાઈડમાંથી તેલ અલગ પડવા માંડે.
  • 9). પાણી ઉમેરવું: એક વખત બધું સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડું પાણી ઉમેરો. આ શાકમાં સેવ ઉમેરશો એટલે બધું જ પાણી સેવ એબ્સોર્બ કરી લેશે અને શાક એકદમ ડ્રાય થઈ જશે, તેથી થોડો રસો રાખવો જરૂરી છે.
  • 10). ઉકાળવું: પાણી ઉમેર્યા પછી પણ એક વખત મિક્સ કરી લો અને કડાઈમાં ઉમેરેલા પાણીમાં એક બોઈલ આવે ત્યાં સુધી ફરી પાછું ઢાંકણ ઢાંકી દો.
  • 11). ગરમ મસાલો: બધું એક વખત સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે, ઘરે બનાવેલો ગરમ મસાલો ઉમેરો.
  • 12). સર્વ કરવું: ગરમ મસાલો ઉમેરીને બધું એકદમ સરસ મિક્સ કરી દો. ગેસની ફ્લેમ બંધ કરી દો અને તૈયાર થયેલું સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક સર્વ કરો.