Mumbai Vada Pav Recipe: વડાપાવ તો મોટા ભાગના લોકોને ભાવતા હોય છે. પરંતુ જેમણે મુંબઈના વડાપાવનો સ્વાદ માણ્યો હોય તે સતત એવું ઈચ્છા હોય કે દરેક શહેરમાં તેઓને મુંબઈ જેવા વડાપાવ મળે. તો ગુજરાતી જાગરણ આજે તમને બોમ્બે સ્ટાઇલ વડાપાવ બનાવવાની રીત જણાવશે. સાથે સુકા લસણની ચટણી કેવી રીતે બનાવવી તે પણ જોઈશું.
બોમ્બે વડાપાવ બનાવવાની રીત (famous mumbai vada pav recipe)
બોમ્બે વડાપાવ બનાવવાની સામગ્રી:
બટાટા વડા માટે:
- બાફેલા મીડીયમ સાઈઝના બટાકા
- તેલ (વઘાર અને તળવા માટે)
- રાઈ (સરસવ)
- જીરું
- હિંગ
- આદુ-મરચાની પેસ્ટ
- મીઠા લીમડાના પાન
- હળદર પાવડર
- મીઠું (સ્વાદાનુસાર)
- બેસન (ચણાનો લોટ)
- લાલ મરચું પાવડર
- પાણી
- ખાવાનો સોડા
સૂકી લસણની ચટણી માટે:
- લસણની કળીઓ
- સીંગ દાણા
- સૂકા લાલ મરચાં
- તેલ (શેકવા માટે)
- ચણાનો લોટ (બેસન)
- લાલ મરચું પાવડર
- મીઠું (સ્વાદાનુસાર)
વડાપાવ સર્વ કરવા માટે:
- પાવ (વડાપાવ બન્સ)
- લીલી ચટણી (રેસીપી માટે અહીં ક્લિક કરો)
બોમ્બે વડાપાવ બનાવવાની રીત: (વડાપાવ કેવી રીતે બનાવવા Vadapav Banavani Rit )
બટાટા વડાનું બેટર તૈયાર કરો:
- સૌ પ્રથમ, એક બાઉલમાં બેસન લો.
- તેમાં થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
- હવે તેમાં થોડો ખાવાનો સોડા ઉમેરો.
- વડા તળવા માટે ગરમ કરેલા તેલમાંથી એક ચમચી ગરમ તેલ બેટરમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીને મીડિયમ થીક અને સ્મૂથ બેટર તૈયાર કરો. બેટર ન તો વધારે પાતળું હોવું જોઈએ કે ન તો વધારે ઘટ્ટ હોવું જોઈએ. તૈયાર બેટરને બાજુ પર રાખો.

બટાટા વડાનું સ્ટફિંગ (માવો) તૈયાર કરો:
- સૌ પ્રથમ, બાફેલા બટાકાને બરાબર મેશ કરી લો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો અને તેને બરાબર ફૂટવા દો.
- હવે તેમાં હિંગ, આદુ-મરચાની પેસ્ટ અને કડી પત્તા ઉમેરી બરાબર મિક્સ કરો.
- પછી હળદર પાવડર ઉમેરી ફરીથી મિક્સ કરી લો.
- મેશ કરેલા બટાકા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. જો બટાકામાં મોટા ટુકડા હોય તો તેને પણ ચમચાથી મેશ કરતા રહો.
- છેલ્લે સ્વાદાનુસાર મીઠું ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો.
- આ માવાને ધીમા તાપે બે મિનિટ સુધી થવા દો.
- ગેસ બંધ કરીને માવાને પાંચ મિનિટ માટે ઠંડો થવા દો.
- માવો ઠંડો થાય પછી, આ માવામાંથી નાના બોલ (ગોળા) તૈયાર કરી લો.
સૂકી લસણની ચટણી તૈયાર કરો: (મુંબઈ સ્ટાઇલ વડાપાવ અને સૂકી લસણની ચટણી બનાવવાની સિક્રેટ)
- એક પેનને ગરમ કરીને, તેમાં લસણની કળીઓ ઉમેરીને મધ્યમ તાપે ૧ થી ૨ મિનિટ સુધી શેકી લો. શેકાય જાય એટલે તેને કાઢી લો.
- એ જ પેનમાં થોડું તેલ ઉમેરીને સૂકા લાલ મરચાંને ધીમા તાપે ૧ થી ૨ મિનિટ સુધી શેકી લો. શેકાય જાય એટલે તેને પણ કાઢી લો.
- ફરીથી થોડું તેલ ઉમેરીને ચણાનો લોટ (બેસન) ઉમેરો અને મધ્યમ તાપે ૧ મિનિટ સુધી શેકી લો. શેકાય જાય એટલે તેને પણ એક પ્લેટમાં કાઢી લો.
- શેકેલી બધી સામગ્રીને સંપૂર્ણપણે ઠંડી થવા દો.
- હવે એક મિક્સર જારમાં શેકેલું લસણ, સીંગ દાણા અને સૂકા લાલ મરચાં ઉમેરો અને પહેલા તેને ક્રશ કરી લો.
- પછી તેમાં શેકેલો ચણાનો લોટ, લાલ મરચું પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
- બધું બરાબર દરદરું પીસી લો. આ ચટણીને તમે હવાબંધ ડબ્બામાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો.
બટાટા વડા તળો:
- વડા તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
- બટાકાના તૈયાર કરેલા ગોળાને બેટરમાં બરાબર ડુબાડી દો જેથી તે સંપૂર્ણપણે ઢંકાઈ જાય.
- બેટરમાં ડૂબેલા વડાને ધીમેથી ગરમ તેલમાં મૂકો.
- એક સમયે બે થી ત્રણ વડા તળી શકાય છે.
- વડા પર ઉપરથી ગરમ તેલ રેડતા રહો.
- ગેસની ફ્લેમ ધીમી રાખો.
- વડાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
- તળાઈ જાય એટલે તેને વધારાનું તેલ નીકળી જાય તે માટે કાગળના નેપકિન પર કાઢી લો. આ માપમાંથી લગભગ ૧૦ વડા બનાવી શકાય છે.

વડાપાવ બનાવો: (બોમ્બે વડાપાવ બનાવવાની રીત | How To Make Bombay Vadapav | Bombay Vadapav Recipe in Gujarati)
- પાવને વચ્ચેથી કટ કરી લો.
- પાવની અંદરની બાજુએ પહેલા લીલી ચટણી (તમારી પસંદ મુજબ) લગાવો.
- પછી સૂકી લસણની ચટણી લગાવો.
- તૈયાર કરેલું બટાટા વડું પાવની અંદર મૂકો.
- વડા પર ઉપરથી થોડી સૂકી લસણની ચટણી છાંટો.
- તૈયાર બોમ્બે સ્ટાઇલ વડાપાવને ગરમ ગરમ સર્વ કરો.