Aloo Paratha: ટેસ્ટી આલુ પરાઠા બનાવવાની સરળ રેસિપી

ગરમા ગરમ આલુ પરાઠા સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં હોય તો જમાવટ પડી જાય. પરફેક્ટ મસાલાથી આલુ પરાઠાનો ટેસ્ટ પણ ગજબ આવે છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Mon 18 Aug 2025 07:22 PM (IST)Updated: Mon 18 Aug 2025 07:22 PM (IST)
make-dhaba-style-aloo-paratha-recipe-at-home-587704

Aloo Paratha Recipe: ગરમા ગરમ આલુ પરાઠા સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં હોય તો જમાવટ પડી જાય. પરફેક્ટ મસાલાથી આલુ પરાઠાનો ટેસ્ટ પણ ગજબ આવે છે. જો મસાલો બનવવામાં ભુલ થઈ તો આલુ પરાઠાનો ટેસ્ટ ફિક્કો લાગે છે. તો ચાલો બનાવીએ આલુ પારાઠા.

આલુ પરોઠા કેવી રીતે બનાવવા |Aalu Parotha Banavani Rit

આલુ પરાઠા બનાવવાની સામગ્રી:

  • સ્ટફિંગ માટે:
  • તેલ (વઘાર માટે)
  • 1 ચમચી રાઈ
  • 1/4 ચમચી હીંગ
  • 2 ઝીણી સમારેલી ડુંગળી
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 5-6 બાફેલા અને મેશ કરેલા બટાકા
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • 1- ચમચી સૂકી મેથી (કસૂરી મેથી)
  • ઘઉંનો લોટ (પરાઠા બનાવવા માટે)
  • શેકવા માટે અને પીરસવા માટે:ઘી
  • અથાણું અથવા દહીં (પીરસવા માટે)

બનાવવાની રીત:

સ્ટફિંગ તૈયાર કરો:

  • સૌ પ્રથમ, થોડું તેલ ગરમ કરો.
  • તેમાં 1ચમચી રાઈ, ૧/૪ ચમચી હીંગ અને 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.
  • ડુંગળી સોનેરી બદામી રંગની થાય ત્યાં સુધી હલાવો.
  • હવે 1/2 ચમચી હળદર પાવડર અને 2 ચમચી લીલા મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવો.
  • ત્યારબાદ 5 બાફેલા અને મેશ કરેલા બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો.
  • સ્વાદાનુસાર મીઠું, 1 લીંબુનો રસ અને 1ચમચી ખાંડ ઉમેરીને બરાબર હલાવો.
  • છેલ્લે, 1 ચમચી સૂકી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરો. આ સૂકી મેથી આલુ પરાઠાને એક અલગ જ સ્વાદ આપે છે.
  • આપણા પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર છે.

પરાઠાનો લોટ બાંધો:

  • પરાઠા માટે ઘઉંનો લોટ બાંધો.
  • લોટની સુસંગતતા સામાન્ય રોટલીના લોટ જેવી જ રાખો.

પરાઠા બનાવો:

  • લોટનો એક નાનો ભાગ લો અને તેને સપાટ કરો.
  • તેને ઘઉંના લોટમાં બોળીને એક નાની રોટલી વણી લો.
  • તેમાં થોડું સ્ટફિંગ ભરો અને કિનારીઓ બંધ કરી દો.
  • હવે તેને ફરીથી ઘઉંના લોટમાં બોળો.
  • તેમાંથી એક પરાઠો વણી લો.

પરાઠા શેકો:

  • ગરમ તવા પર પરાઠાને શેકો.
  • એક બાજુ શેકાઈ જાય એટલે પરાઠાને પલટાવો.
  • ઉપરની બાજુ ઘી લગાવો.
  • પરાઠાને પલટાવીને નીચેની બાજુ પણ ઘી લગાવો.
  • પરાઠાને બંને બાજુથી બરાબર શેકી લો.

પીરસો:

  • આલુ પરાઠા નાસ્તા માટે તૈયાર છે.
  • આ પરાઠાને અથાણાં કે દહીં સાથે ગરમા-ગરમ પીરસો.