Jowar Khichdi Recipe : જુવાર ખીચડી બનાવવાની રેસીપી

જુવારની ખીચડી આરોગ્યની દ્રષ્ટીએ પણ સારી છે. જુવારની ખીચડીમાં અનેક પોષકતત્વો પણ હોય છે તે હેલ્થ માટે સારા છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Tue 26 Aug 2025 01:26 PM (IST)Updated: Tue 26 Aug 2025 01:26 PM (IST)
jowar-khichdi-recipe-in-gujarati-592027

Jowar Khichdi Recipe: ગુજરાતી ઘરોમાં ખીચડી તો અનેક પ્રકારની બનતી હોય છે. પરંતુ જુવારની ખીચડી ઘણા ઓછા ઘરમાં બનતી હોય છે. આજે સ્વાદિષ્ટ જુવારની ખીચડી (Jowar Khichdi Recipe) કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. જુવારની ખીચડી આરોગ્યની દ્રષ્ટીએ પણ સારી છે. જુવારની ખીચડીમાં અનેક પોષકતત્વો પણ હોય છે તે હેલ્થ માટે સારા છે.

જુવારની ખીચડી ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટબને છે.

  • જરૂરી સામગ્રી:
  • જુવાર– 1 નાની વાટકી (આખી રાત પાણીમાં પલાળેલી)
  • ઘી– 2 ચમચી (વઘાર માટે)
  • રાઈ– 1 નાની ચમચી
  • જીરું– 1/2 નાની ચમચી
  • ડુંગળી– 1 (ઝીણી સમારેલી)
  • મીઠો લીમડો– 7-8 પાન
  • હિંગ– 1/4 નાની ચમચી
  • ટામેટું– 1 (ઝીણું સમારેલું)
  • લાલ મરચું પાવડર (તીખું)– 1 નાની ચમચી (વૈકલ્પિક, સ્વાદ મુજબ)
  • મીઠું– સ્વાદાનુસાર

બનાવવાની રીત:

  • જુવાર પલાળવી:સૌ પ્રથમ, એક નાની વાટકી જુવારને આખી રાત પાણીમાં પલાળી રાખો. જુવાર સખત હોય છે અને ઝડપથી પકતી નથી, તેથી તેને પલાળવી જરૂરી છે.
  • જુવાર બાફવી: કુકરમાં થોડું વધારે પાણીલો. પલાળેલી જુવાર ઉમેરો. કુકરમાં સીટી વગાડો. જુવાર નરમ થાય એટલી સીટી પાડો.
  • વઘાર તૈયાર કરવો: એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરો. ગેસ ધીમો રાખો, કારણ કે ઘી ઝડપથી બળી જાય છે. એક નાની ચમચી રાઈ ઉમેરો અને તેને તતડવા દો. અડધી નાની ચમચી જીરું ઉમેરો અને તેને પણ તતડવા દો. હવે એક ઝીણી સમારેલી ડુંગળીઅને 7-8 મીઠા લીમડાના પાન ઉમેરો. ડુંગળી પારદર્શક (ટ્રાન્સલ્યુસન્ટ)થાય ત્યાં સુધી શેકો.
  • ટામેટાં અને મસાલા ઉમેરવા: શેકેલી ડુંગળીમાં 1/4 નાની ચમચી હિંગ ઉમેરીને મિક્સ કરો. એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • એક નાની ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેરો (તમે તેને છોડી શકો છો અને સાદી ખીચડી પણ બનાવી શકો છો).
  • બધું મિક્સ કરીને ગેસ ધીમો રાખો અને કડાઈને ઢાંકીને ટામેટાં ગળી જાય ત્યાં સુધી પકાવો.
  • વચ્ચે-વચ્ચે ચેક કરતા રહો. જ્યારે ટામેટાં નરમ થઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે ચમચાની પાછળની બાજુથી ટામેટાંને બરાબર મેશ કરી લો.
  • ટામેટાંને જેટલા વધુ શેકવામાં આવશે, તેટલો ખીચડીનો રંગ અને સ્વાદસારો આવશે.
  • ખીચડીને ભેગી કરવી: ટામેટાંનો વઘાર સૂકો થાય પછી, બાફેલી જુવાર ઉમેરો. બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. વઘાર કરતી વખતે થોડું મીઠું નાખ્યું હતું, તેથી સ્વાદાનુસાર થોડું ઓછું મીઠું ઉમેરો. જુવારમાં રહેલું પાણી સંપૂર્ણપણે સુકાઈ ન જાયત્યાં સુધી તેને પકાવો. ખીચડીને સહેજ ઢીલી રાખવી.
  • પીરસવું: ગરમાગરમ જુવારની ખીચડી સર્વ કરો. ગરમ ખીચડી ખૂબ જ સારી લાગે છે. તમે પીરસતી વખતે ઉપરથી એક ચમચી ઘીઉમેરી શકો છો, તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.