Lasaniya Batata Recipe : આજે તીખું અને તમતમતું ખાવાનું મન થયું છે, તો આજે ટ્રાય કરો લસણીયા બટાકાનું શાક. આજે ગુજરાતી જાગરણ તમને કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણીયા બટાકાનું શાક કેવી રીત બનાવવું તેની રેસિપી જણાવશે.
લસણીયા બટાકાનું શાક બનાવવાની સામગ્રી
બાફેલા બટેટા,
તેલ,
લીલા મરચા,
આદું,
લસણ,
લાલ મરચું પાવડર,
હળદર,
ધાણાજીરું,
મીઠું,
પાણી,
આમચૂરણ પાવડર,
ગરમ મસાલો,
સૂકા લાલ મરચાં,
લસણની કળી,
તમાલપત્ર,
હિંગ,
ડુંગળી,
ટામેટાની પ્યુરી,
હળદર,
ધાણાજીરું,
કોથમરી,
દહીં.
લસણીયા બટાટા બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલા મરચા-આદું-લસણ,લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું, મીઠું અને થોડું પાણી ઉમેરીને પીસી લો.
સ્ટેપ- 2
તેવી જ રીતે તે મિક્સર જારમાં ટમેટા, સૂકા લાલ મરચાં પેસ્ટ બનાવી લો અને એક કૂકરમાં બટેટા નાખીને બાફીને છાલ ઉતારી લો.
સ્ટેપ- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બટેટા હલકા તળી લો.
સ્ટેપ- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, તપાલપત્ર, લસણની પેસ્ટ, ટમેટાની પ્યુરી અને તળેલા બટેટા ઉમેરી મિક્સ કરી લો.
સ્ટેપ- 5
હવે તેમાં થોડું દહીં અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. તૈયાર છે તમારું લસણીયા બટાકાનું શાક.