Dudhi Chana Dal Recipe: દૂધી દાળનુ શાક, જોઈને ખાવાનું મન થાશે, નોંધી લો રેસિપી

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 13 Jun 2024 05:24 PM (IST)Updated: Thu 13 Jun 2024 05:24 PM (IST)
how-to-make-dudhi-chana-dal-nu-shaak-or-lauki-chana-dal-sabzi-346042

Lauki Chana Dal Recipe: દૂધી-દાળનું શાક બહુ ઓછા લોકોને ભાવતું હોય છે. દૂધી આરોગ્યની દ્રષ્ટિએ સારી છે, પંરતું તેના ફિક્કા સ્વાદના લીધા ઘણા લોકો તેને ખાવાનું ટાળે છે. આજે દૂધી દાળના શાકની (Dudhi Chana Dal Nu Shaak) એવી રેસિપી અમે તમને જણાવીશું કે તેને જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે. ગુજરાતી જાગરણની સ્ટેપ બાય સ્ટેપ આ સરળ રેસિપી તમે નોધી લો. તો ચાલો બનાવીએ દૂધી દાળનું શાક.

દૂધી દાળનુ શાક બનાવવાની સામગ્રી

  • દૂધી,
  • ચણાની દાળ,
  • ટામેટું,
  • રાઈ,
  • જીરું,
  • હીંગ,
  • તજ,
  • લવિંગ,
  • લસણ,
  • લાલ મરચું પાઉડર,
  • ધાણાજીરું,
  • હળદર,
  • કોથમરી,
  • મીઠું,
  • પાણી,
  • તેલ.

દૂધી દાળનુ શાક બનાવવાની સામગ્રી

સ્ટેપ-1
સૌ પ્રથમ ચણાની દાળ ધોઈને 30 મિનીટ પાણીમાં પલાળી દો અને દૂધી,ટમેટા,કોથમરીને સમારી લો.

સ્ટેપ-2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, હીંગ, લસણ, તજ-લવિંગ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3
હવે તેમાં સમારેલું ટામેટું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને હળદર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4
હવે તેમાં પલાળેલી ચણાની દાળ,સમારેલ દૂધી,મીઠું અને પાણી ઉમેરીને સારી રીતે પકાવી લો. હવે દૂધી ચણાની દાળના શાકમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.