Sev Khamani Recipe: રવિવારની સ્પેશિયલ વાનગી એટલે સેવ ખમણી, જાણી લો સરળ રેસિપી

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Wed 27 Dec 2023 06:13 PM (IST)Updated: Wed 27 Dec 2023 06:14 PM (IST)
how-to-make-delicious-sev-khamani-at-home-256724
Created with GIMP

Surti Sev Khamani Recipe: રવિવારની સવાર પડે અને અમદાવાદ જેવા શહેરમાં રહેતા ઘણા ઘરમાંથી ફરમાઈશ આવતી હશે, કે આજે નાસ્તામાં તો સેવ ખમણી લાવજો. સેવ ખમણીનો ટેસ્ટ ઘણા લોકોને દાઢે વળગે છે. પરંતુ બજારમાં મળતી સેવ ખમણી એવા જ ટેસ્ટમાં ઘરે કેવી રીતે બનાવવી તે આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. તેમાય સુરતી સેવ ખમણીની વાત આવે તો પુછવું જ શું. આવો જ ટેસ્ટ તમને આ વાનગીમાં આવશે.

સેવ ખમાની સામગ્રી (Sev Khamani)
1 કપ પલાળેલી ચણાની દાળ
લીલા મરચા
આદુ
લસણની કળી
સ્વાદ માટે મીઠું
એક ચપટી હીંગ
હળદર
લીંબુનો રસ
2 ચમચી ખાંડ

તડકા -વઘાર માટે
2 ચમચી તેલ
સરસવના બી
તલ
એક ચપટી હીંગ
મીઠો લીમડો
2 લીલા મરચા સમારેલા
1 ચમચી ખાંડ
એક ચપટી મીઠું
ઘાણા સમારેલા
દાડમના દાણા
જીણી સેવ

બનાવવાની રીત
સૌથી પહેલા ચણાની દાળને ધોઈને 6 કલાક પલાળી રાખો. પછી તેમાંથી પાણી કાઢીને મિક્સર જારમાં નાખો.
હવેમિક્સર જારમાં લીલાં મરચાં, આદુ, લસણની કળી, મીઠું, હિંગ, એક ચપટી હળદર , લીંબુનો રસ, ખાંડ અને થોડુંક પાણી ઉમેરો.
આ મિશ્રણને બરછટ થાય એ રીતે પીરસી લો.
હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને 3 મિનિટ હલાવો, પછી આ મિશ્રણને ઢાંકીને 30 મિનિટ માટે પડ્યું રહેવા દો.
આ મિશ્રણમાં ઈનો ફ્રુટ સોલ્ટ ઉમેરો.
ઢોકળીયાની પ્લેટમાં તેલ લગાવીને આ મિશ્રણને રેડો.
પછી 15 મિનિટ માટે ધીમા તાપે બાફી લો.
બફાઈ ગયા બાદ બહાર કાઢી ઠંડુ થવા દો.
હવે આ ઢોકળાને છીણી વડે સરખી રીતે છીણવું.
એક કડાઈમાં તેલ, સરસવ, સફેદ તલ, હિંગ, મીઠો લીમડો અને લીલા મરચાના ટુકડા નાખીને વઘાર કરો.
પછી થોડું પાણી, ખાંડ અને ચપટી મીઠું ઉમેરો. ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી સુધી પકાવો.
છેલ્લે કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે પ્લેટમાં કાઢી તેમા સેવ અને દાડમના દાણા ઉમોર. તૈયાર છે તમારી સેવ ખમણી. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.