નાનાં હોય કે મોટાં સૌને મમરા તો ભાવતા જ હોય છે. ક્યારેક મમરાને વઘારીને ખાઈએ તો ક્યારેક તેની ભેળ બનાવીને ખાઈએ તો ક્યારેક મમરાની ચીકી કે લાડુ બનાવીને ખાઈએ, પણ મમરા તો સૌને ભાવતા જ હોય છે અને વારંવાર તેને બનાવવામાં પણ આવે છે. મમરા ખૂબજ સરળતાથી બનાવવામાં આવે છે અને બહુ સસ્તામાં પણ બનાવવામાં આવે છે, એટલે જ લગભગ દરેક ભારતીયના કિચનમાં મમરા તો જોવા મળે જ છે. તો ચાલો આજે જાણીએ, મમરા કેવી રીતે બને છે.
સૌના પ્રિય એવા મમરા પાછળ પણ એક રસપ્રદ કહાની છે અને કદાચ તમને ખબર નહીં હોય કે, મમરાને બનાવવાની રીત પણ એકદમ સરળ છે. જોકે વ્યાપારિક રૂપે મમરાને બનાવવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ મમરાને ઘરે જ મશીન વગર પણ બનાવી શકાય છે. ચાલો આજે જાણીએ ઘરે મમરા કેવી રીતે બની શકે.
મમરા શું છે?
મમરા ચોખામાંથી બનાવવામાં આવે છે. મમરાને અંગ્રેજીમાં પફ્ડ રાઈઝ, કુરમુરા, કોલ્હાપુરી મમરા, સાદા મમરા જેવાં નામોથી ઓળખવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના ચોખામાંથી અલગ-અલગ મમરા બને છે અને તેને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, તેને એક આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જે દરેક પ્રકારના મમરાની અલગ-અલગ રીત હોય છે.
કેવી રીતે બને છે મમરા?
મમરા બનાવવાની પ્રોસેસ ઘણા મહિનાઓ સુધી ચાલે છે. જોકે આજકાલનાં મશીનોમાં આ પ્રોસેસને થોડા જ દિવસોમાં પૂરી કરવામાં આવે છે.
તેને બનાવવા માટે સૌથી પહેલાં મોટી સાઈઝના ચોખા ભેગા કરો અને તેને ધોઈને સૂકવો. ત્યારબાદ મમરા બનાવવાના મશીનને લગભગ 130 થી 180 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરો. વ્યવસાયિક રૂપે મમરા બનાવવા માટે 130 થી 180 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર મમરા બનાવવા ઉત્તમ ગણાય છે. ત્યારબાદ મમરાને ઠંડા કરી ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ રોસ્ટ કરતી વખતે તેમાં થોડા મીઠાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
ઘરે કેવી રીતે બનાવી શકાય મમરા?
શું તમને ખબર છે કે, મમરાને મશીન વગર પણ બનાવી શકાય છે? આ માટે તમને જરૂર પડશે એક સરળ રીતને અને તેને ફોલો કરો એક બાદ એક સ્ટેપ્સમાં. મમરા બનાવવા માટે પહેલાં પણ બધી જ સામગ્રી ભેગી કરી લો. આ માટે એક વાટખી ચોખા, એક ચમચી પાણી, ચારણી અને બે વાટકી મીઠાની જરૂર પડશે.
સૌથી પહેલાં એક વાટકીમાં ચોખા લો અને તેમાં એક ચમચી મીઠુ નાખી બરાબર મિક્સ કરી લો. હવે ચોખામાં એટલું પાણી નાખો કે ભાત ભીના થઈ જાય અને મીઠુ ભાત પર ચોંટી જશે. હવે એક પેનને ધીમી આંચે ગેસ પર ગરમ કરવા મૂકો અને 5 મિનિટ માટે ગરમ કરવા દો. ત્યારબાદ પેનમાં મીઠાવાળા ચોખા નાખો અને સતત હલાવતાં-હલાવતાં આછા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ચોખાને વધારે બ્રાઉન ન થવા દેવા. બસ આછા સોનેરી થાય ત્યાં સુધી જ શેકવા અને પછી એક પ્લેટમાં કાઢી લો. હવે એક કઢાઈમાં 2 કપ મીઠું નાખી ધીમી આંચે ગરમ કરી લો અને મીઠુ ગરમ થઈ જાય એટલે તેમાં ચોખા નાખી 10 મિનિટ સુધી શેકો. 10 મિનિટ બાદ ચોખામાંથી મમરા બની જશે. હવે તેને ચારણીથી ચાળી લો અને પછી ઠંડા કરી સર્વ કરો.
મમરાની રસપ્રદ બાબતો
સામાન્ય રીતે મમરાનાં દક્ષિણ પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં પારંપારિક વ્યંજનો બનાવવામાં આવે છે. સૌથી પહેલાં મમરાને સન 1904 થી પશ્ચિમમાં વ્યવસાયિક રૂપે ઉત્પાદિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાંથી વિવિધ નાસ્તા બનાવવાની શરૂઆત થઈ. તમે મમરાને ઓવનમાં પણ બનાવી શકો છો, બસ એક બાઉલમાં મીઠુ લો અને તેમાં ચોખા મૂકી ઓવનમાં મૂકો.
અમને આશા છે કે, તમને મમરાની આ રેસિપી ચોક્કસથી ગમી હશે. આવા જ વધુ અવનવા લેખ અમે તમારા માટે લાવતા રહીશું. વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Credit- (@Freepik)
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.